ટ્રાય કલર ઢોકળાં
#હેલ્થી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઢૉકળા નું ખીરું લઇને તેમાં મીઠું, આદું મરચાં ની પેસ્ટ અને ખાંડ અને ઈનો નાખીને બરાબર મિક્સ કરી લેવું,આ ખીરા મા થી ત્રણ બરાબર ભાગ કરી લેવાં,હવે એક ભાગ મા પાલક ની પ્યૂરી,બીજા ભાગ મા બીટ ની પ્યૂરી,અને ત્રીજા ભાગ મા હળદર નાંખવી.ત્રણે ભાગ અલગ અલગ બરાબર મિક્સ કરી લેવા.
- 2
હવે એક સ્ટીમર મા પાણી નાખીને ગરમ કરવા મૂકવું.હવે મોલ્ડ મા પાલક પ્યૂરી વાળું ખીરું થોડુ-થોડુ(લગભગ 1/3 ભાગ)નાખીને એક મિનિટ સ્ટીમર મા મુકી ને સ્ટીમ કરવું હવે હળદર વાળું ખીરું એડ કરવું અને ફરી 2 મિનીટ સ્ટીમ થવા દેવું.2 મિનીટ પછી ઉપર બીટ ની પ્યૂરી વાળું ખીરું એડ કરી ને 5-7મિનીટ સ્ટીમ કરી લેવું.
- 3
હવે સ્ટીમર માં થી કાઢી ને અનમોલ્ડ કરી લેવા ને એક પેન મા તેલ ગરમ કરી ને તેમાં રાઈ નાખીને ત્તતડે એટ્લે તેમાં હિંગ અને લીમડા નાં પાન, તલ એડ કરી ને બનાવેલા ઢોકળાં પર વઘાર નાખવો.સર્વિંગ પ્લેટ મા મુકી ને ઉપર થી મેયૉનીઝ થી ગાર્નીશ કરી સર્વ કરવું.
- 4
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ