સમોસા

#ટ્રેડિશનલ
ગુજરાતમાં દરેક ઘરના લોકોની આ ફેવરિટ આઇટમ હોય છે આ આઈટમ નાના બાળકથી માંડી અને મોટા વ્યક્તિ સુધીના લોકોની ફેવરિટ હોય છે માટે જ થ્રી ઈડિયટ મુવી મા પણ કરીના કપૂર પોતાના લગ્ન વખતે બોલે છે કે તમારે ગુજરાતીઓને મજેદાર આઇટમ હોય છે જેમ કે ઢોકળા ફાફડા જલેબી વગેરે તો આજે મેં પણ આ રેસિપી ટ્રાય કરી છે મેં તો ટ્રાય કરી તમે પણ તમારી રીતે આ રેસિપી ટ્રાય કરી અને જણાવશો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા અનેબટેટા ને મા પ સ ર લો પછી વટાણા ને પાણી નાખી સરખી રીતે ધોઈ લો પછી બટેટાને સરખી રીતે ધોઈ અને છાલ ઉતારી લો અને વટાણાને કાણાવાળા વાડકામાં બાફવા માટે મૂકો
- 2
અને કુકરમારમાં નીચે પાણી ઉપર સ્ટીલ નું સ્ટેન્ડ મૂકી તેની ઉપર કાણાવાળો વાટકો મૂકીઅને વટાણા મુકવા અને સાથે બટેટા મુકવા પછી તેને કથરોટમાં કાઢી લો અને તેને મેશ કરી લો પછી તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ ખાંડ ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો
- 3
હવે આપણે સમોસા માટે લોટ બાંધી શું લોટમાં મરીનો ભૂકો મીઠું અને હિંગ ઉમેરી તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો પછી કણકમાં થી નાના લુઆ બનાવો
- 4
એક ગોળો લઈને તેની પૂરી વણી લો પછી પૂરીને વચ્ચેથી કાપી લો ચિત્રમાં આપેલા છે તે રીતે બધા પૂરી ના બે કટકા તૈયાર કરવા
- 5
પછી એક કટકો લઇ તેની કિનાર પર પાણી લગાવવું સાઇડની બંને કિનારીને ભેગી કરી મધ્યમાં લઈ કીનારિ જોઈન્ટ કરી દેવી જેથી ત્રિકોણનો આકાર આવી જશે પછી તેમાં મસાલો ભરી લેવો
- 6
આ રીતે મસાલો ભરી લેવો પછી તેની ખુલ્લી કિનાર બંધ કરી દેવી અને હાથેથી દબાવી દેવી પછી તેને છરી કાંટા વડે ડિઝાઇન કરી દેવી જેથી samosa ખુલ્લુ ન થઈ જાય તળતી વખતે
- 7
પછી તેને મીડીયમ આંચ પર બદામી રંગ ના તળી લો પછી સમોસા ના કટકા કરી લેવા પછીતેના પર કોથમીર ની ચટણી લગાવો
- 8
આમલીની ચટણી લગાવો છેલ્લે સેવ ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ