ટ્રેડિશનલ લાપસી

Diptiben
Diptiben @cook_20843315

#ટ્રેડિશનલ
#goldenapron3
# week 8

ટ્રેડિશનલ લાપસી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ
#goldenapron3
# week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉંનો લોટ જાડો
  2. પોણો વાટકો ગોળ
  3. ૧ વાટકો પાણી
  4. અર્ધો વાટકોખાંડ
  5. અર્ધો વાટકો ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુજરાતની ટ્રેડિશનલ વાનગી ની વાત થાય અને લાપસી નું નામ ન આવે એવું તો કેમ બને? લાડુ લાપસીથી મોટી કોઈ મીઠાઈ હતી નહિ. મોંઘેરા મહેમાન આવે કે લાપસીના આંધણ મુકાતા. તો ચાલો આજે આપણે એ પારંપરિક લાપસીનો સ્વાદ માણીએ. ૧ વાટકો ઘઉં જાડો લૉટ કઢાઈમાં નાખો અને ધીમા તાપે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. સતત હલાવતા રહો.

  2. 2

    ફોટા મા બતાવ્યો છે તે પ્રમાણે રંગ આવી જશે. અને તમારુ કિચન લોટની સુગંધથી મહેંકી ઉઠશે. લોટો વ્યવસ્થિત શેકાવો ખૂબ મહત્વનો છે. કારણકે લાપસીનો રંગ અને સ્વાદ તેના ઉપર ડીપેન્ડ કરે છે. લોટ વ્યવસ્થિત શેકાઈ ગયા બાદ તેને એક વાસણમાં કાઢી અને બે ચમચી તેલનું મોણ આપો. લોટ ગરમ હશે માટે ચમચાથી તેલ વ્યવસ્થિતમિક્સ કરો.

  3. 3

    એ દરમિયાન જે કઢાઈ મા લોટ શક્યો હતો તેમાં એક વાટકો પાણી લૉ. તેમાં પોણો વાટકૉ ગોળ નાખો. બે ચમચી તેલ નું મોણ આપો. વ્યવસ્થિત ઉકળવા દો. ગોળ પણ લાપસી ના દેખાવમા મહત્વનો ભાગ ભજવે છે. કાળો ગોળ હોય તો લાપસી કાળી બને છે. મે અહીંયા કેમિકલ વગરનો ગોળ વાપર્યો છે.

  4. 4

    પાણી એકદમ ઉકળી જવું જોઈએ અને ગોળ ગોર પણ સરસ થી પી ગળી જવો જોઈએ.

  5. 5

    ગોળ ઓગળી જાય અને પાણી ઊકળી જાય ત્યારબાદ તેમાં શેકેલો લોટ ઉપરથી ફરતે ભભરાવો. લોટ નાખી દીધા બાદ ધ્યાન રાખો કે બિલકુલ હલાવવાનું નથી. તેને 30 સેકન્ડ જેટલો સમય સેટ થવામાં લાગશે. ઉપર પાણી દેખાતું બંધ થાય ત્યારે વેલણ વડે તેમાં ખાડા પાડો.

  6. 6

    આ રીતે તેમાં ખાડા પાડવાના છે યાદ રાખો કે ચમચા કે વેલણથીહલાવવાનું નથી. બધું પાણી શોષાઈ ગયું હોય એવું લાગે ત્યાર બાદ જ તેમાં વેલણ ને ગોળ ગોળ ફેરવો. આ રીતની દેખાશે.

  7. 7

    હવે ગેસ બંધ કરી દો, કઢાઇ પર ઢાંકણ ઢાંકી દો અને બે મિનિટ સુધી એમ જ રહેવા દો. બે મિનીટ બાદ હાથથી તેને મસળી. જેથી બધી ગાંઠો ભાંગી જશે ને લાપસી છૂટી થઇ જશે. લાપસી છૂટી થવી ખૂબ મહત્વની છે.

  8. 8

    ચમચાથી પણ મસળી શકાય પણ પારંપરિક રીત હાથથી મસળવાની છે. ફૂંક મરીયે ને ઉડી જાય એ લાપસી સારી કહેવાય. આપણી લાપસી આવી જ બનશે.

  9. 9

    લાપસી તૈયાર છે હવે તેને શર્વ કરવાની છે. શર્વ કરવાની બે રીતો છે. ટ્રેડિશનલ રીત અને આજની રીત. પહેલા ટ્રેડિશનલ રીતે જોશુ. ટ્રેડિશનલ રીતે લાપસી ખાંડ અને ઘી બધુ અલગ પીરસવામાં આવે છે. થાળીમાં સાદી લાપસી પીરસવી અને ભોજન જમનાર વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ ઘી અને ખાંડ ઉપરથી ઉમેરશે. આગ્રહ કરીને લાપસી મા ઘી પીરસવાની પ્રથા હતી.

  10. 10

    હવે જોઈએ આજની અનુકૂળ રીત. ખાંડની પીસીને ભૂકો કરી નાખો. ગરમ લાપસીનાં ઘી અને ખાંડ પહેલેથી જ તમેમિક્સ કરીદો અને ત્યારબાદ જ થાળીમાં લાપસી પીરસવી. આખી ખાંડ કે ભુરુ ખાંડ વાપરી શકાય. કોઈપણ રીતે પીરસો આ લાપસી ખાઈને મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Diptiben
Diptiben @cook_20843315
પર

ટિપ્પણીઓ

Similar Recipes