ઢોકળાં અને ગરમાણુ

#ટ્રેડિશનલ# ઢોકળા અને ગરમાણુ સૌરાષ્ટ્ર માં ગરમાગરમ ઢોકળા સાથે તેલ અને લસણ ની ચટણી ખાઇ છે અને વઘારેલા ઢોકળા સાથે ગરમાણુ(ગોળમાણુ) ખાઇ છે ગરમાણુ તળપદી શબ્દ છે .
ઢોકળાં અને ગરમાણુ
#ટ્રેડિશનલ# ઢોકળા અને ગરમાણુ સૌરાષ્ટ્ર માં ગરમાગરમ ઢોકળા સાથે તેલ અને લસણ ની ચટણી ખાઇ છે અને વઘારેલા ઢોકળા સાથે ગરમાણુ(ગોળમાણુ) ખાઇ છે ગરમાણુ તળપદી શબ્દ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા ધોઈ લો અને ચાર કલાક સુધી પલાળી રાખો
- 2
ત્યાર બાદ તેને ક્રશ કરી લો અને તેમાં દહીં, મેથી ના દાણા નાખીને બરાબર મિક્ષ કરી લો અને એક કલાક સુધી રહેવા દો.
- 3
ઇન્સ્ટન્ટ બનાવવા માટે ખાવા નો સોડા અને મીઠું નાખી મીક્સ કરો અને બીટરથી ફીણી લો.તેમા ઝીણા સમારેલા લીલાં મરચાં અને બધા મસાલા નાખી મીક્સ કરો.
- 4
ઢોકળા ના કૂકરમાં (ઢોકળીયા) પાણી નાખી થાળી માં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. ઠરી જાય એટલે પીસ કરી લો.
- 5
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઇ,જીરૂ હીંગ લીમડો નાખી વઘાર કરો તેમાં અડધો કપ પાણી નાખી ગરમ કરો તેમાં ખાંડ અને મીઠું નાખી વઘાર ઢોકળા ઉપર રેડી દો તૈયાર છે સ્વાદિષ્ટ સોફ્ટ ઢોકળા.
- 6
ગરમાણુ બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં લોટ શેકી લો.તેમા લવિંગ અને નાખી, અજમો નાખી ગોળ નુ પાણી નાખી ગરમ કરો ઉકળવા દો થોડું ઘાટું થાય એટલે ઉતારી લો તેમાં વરિયાળી અધકચરી અને કોપરાનું ખમણ નાખી મીક્સ કરો અને થોડીવાર ઢાંકીને રહેવા દો
- 7
વઘારેલા ઢોકળા અને ગરમાણુ સર્વ કરો અને સ્વાદ માણો
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ