ગુજરાતી ભાણું

# ટ્રેડિશનલ
---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ની છડી દાળ અને ચોખાને એક વાટકીમાં લો પછી તેને તપેલીમાં લઈ પાણીથી બેથી ત્રણ વખત ધોઈ નાખો પછી તેમાં ત્રણ ગણો પાણી ઉમેરો પછી એક તપેલીમાં રાઈ જીરુ તમાલપત્ર મીઠા લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરો
- 2
વઘારેલી તપેલીમાં ખીચડી પાણી સહિત ઉમેરી માટે મરચુંપાવડર હળદર પાવડર ધાણા જીરુ પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો પછી તેને કૂકરમાં બાફી લો અને છ સીટી લઇ લો તો તૈયાર છે આપણે મીણ જેવી ખીચડી
- 3
હવે આપણે તમે ટામેટા સૂપ બનાવીશું ૩ નંગ ટામેટાં લઈ તેને પાણીથી સરખી રીતે ધોઈ લો પછી તેના બે કટકા કરે અને આદુ ના કટકા પણ ઉમેરો તેને પણ ખીચડી સાથે કુકરમાં છ city લઈ લો
- 4
બફાઈ જાય પછી તમે તેને હેન્ડ મિક્ચર થી ક્રશ કરી લો પછી એક તપેલીમાં બે ચમચી ઘી મૂકો
- 5
પછી તેમાં જીરૂ તમાલપત્ર લીમડાના પાન અને સૂકું લાલ મરચું હિંગ નાખી વઘાર કરો પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નો સુપ ઉમેરો પછી તેમાં મરચું હળદર મીઠું ધાણાજીરું ઉમેરી અને છેલ્લે મીઠુ ઉમેરો ત્યારબાદ બે ચમચી મોટી ગોળ ઉમેરો ત્યારબાદ તેને બેથી ત્રણ ઊભરા લેવા દો
- 6
ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ લઈને તેમાં લીલા મરચા ના આકા પાડી અને તળી લો પછી તેના પર ધાણાજીરું અને મીઠું ઉમેરો
- 7
સાથે પાપડ પણ શેકી ને મુકો તો તૈયાર છે આપણે ગુજરાતીની મનપસંદ મગ છળી દાળ ખીચડી અને ટામેટાનો સુપ સાથે ચાર ચાંદ લગાવાતો અડદના પાપડ અને એવરગ્રીન કોથમીરની લીલી ચટણી
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ