હેલ્દી કેળાનું રાયતું
#goldenapron3
#week 12
[CURD] & [RAITA]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોળું દહીં લો અને એમાં બ્લેન્ડર ફેરવી દો
- 2
હવે કેળા લો અને એની છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લો.
- 3
હવે દહીંના મિશ્રણથી અંદર ખાંડ અને મીઠું ઉમેરી દો.
- 4
હવે એ દહીંનુ મિશ્રણ ની અંદર કેળા નાખી દેવા.
- 5
હવે ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરો જો કોથળી ન હોય તો તમે ફુદીનાનાં પાનથી પણ ગાર્નિશ કરી શકો છો.
- 6
નોંધ જો તમારા પાસે મોરુ મરચું હોય તેના પણ ઝીણા ઝીણા કટકા કરી અને તમે આમા નાખી શકો છો અને સાથે સાથે થોડી માત્રામાં રાયના કુરિયા પણ ઉમેરી શકો છો.
- 7
ચાર કે પાંચ કલાક ઠંડુ થવા માટે રાયતુ રાખી દેવાનું પછી જ સર્વ કરવાનું....રાયતા ઠંડા સારા લાગે છે એટલે કોઈ પણ રાયતુ સર્વ કરતાં પહેલાં એને ફ્રિજમાં રાખવું જરૂરી છે
- 8
સર્વ કરવા માટે તૈયાર છે ઠંડુ ઠંડુ કેળાનું રાયતું જે આવા ઉનાળામાં ખૂબ જ હેલ્દી અને સારું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973340















ટિપ્પણીઓ