ફ્રુટ કસ્ટર્ડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન અથવા જેડા તળિયાવાળા વાસણ પર દૂધ ગરમ કરવા મુકો.
- 2
દૂધમાં ઉકળવા લગે એટલે તેમાં સુગર એડ કરો
- 3
સુગર બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં 3-4 ચમચી દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્ષ કરી ને ગરમ દૂધ માં એડ કરો. તેને સતત ચમચાથી હલાવતા રહો એટલે દૂધ તળિયે બેસી ન જાય. બરાબર ઘટ્ટ થાય જ પછી તેને ઠંડુ કરી ને ફ્રીઝ માં સેટ કરવા મુકો.
- 4
2 કલાક પછી તેને બહાર કાઢી ને સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલા ડ્રાયફ્રૂટ્સ નું લેયર બનાવો.
- 5
ત્યારબાદ કસ્ટર્ડનું લેયર બનાવો ને પછી ફ્રૂટ્સ નું લેયર બનાવી ફરી થી એક કસ્ટર્ડનું લેયર બનાવો. ઉપર ફ્રુઇટ્સ ને ડ્રાયફ્રૂટ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12173901












ટિપ્પણીઓ