કાજુ મટર મસાલા (Kaju Mutter Masala Recipe In Gujarati)

Deepahindocha @cook_20651740
કાજુ મટર મસાલા (Kaju Mutter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ અને ખસખસ ને ૫ મીનીટ પાણીમાં ઉકાળી લો.ઠંડુ પડે એટલે તેની પેસ્ટ તૈયાર કરો ત્યાર બાદ આદું મરચાં અને લસણ ની પેસ્ટ,ડુંગળી ની પેસ્ટ તૈયાર કરો પછી ટમેટા ને ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં પનીર અને કાજુ ને તળી લો.વટાણા માં એક વીસલ વગાડી કૂકર બંધ કરી દો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખી વઘાર કરો તેમાં સૌથી પહેલા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો ત્યાર બાદ ડુંગળી ની પેસ્ટ પછી કાજુ અને ખસખસ ની પેસ્ટ અને લાસ્ટ માં ક્રશ કરેલા ટમેટા ઉમેરો હવે બધા મસાલા ઉમેરો મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું. આ રીતે ગ્રેવી તૈયાર કરી હવે તેમાં પનીર, કાજુ અને વટાણા મીક્સ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ કાજુ મટર મસાલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12432564






ટિપ્પણીઓ