લાડુ (ladu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરીનો લોટ લઇ તેને ચાળી નાખો. તેમાં ચાર પાવળા તેલ નું મોણ નાખવું. લોટમાં મોણ બરાબર મિક્ષ કરી લેવું. ગરમ પાણીથી કઠણ લોટ બાંધવો. અને તેના મુઠીયા વાળવા. તેલ ગરમ મૂકી તેમાં મીડીયમ તાપે બધા મુઠીયા તળી લેવા.
- 2
મુઠીયા તળાઈ જાય એટલે તેનો મિક્સરમાં કરકરો ભૂકો કરી લેવો. ઘઉંના હવાલાથી ચાળી નાખો. તેમાં ગોળ અને દળેલી ખાંડ મિક્સ કરી દેવા. ઘી ગરમ મૂકવું.
- 3
એકદમ ગરમ થઈ જાય એટલે ભુક્કામાં ઉપર રેડી દેવું. જાળી પડે એવું ઘી ગરમ કરવું. પાંચ-દસ મીનીટ પછી તેમાં કાજૂ-બદામના પીસ, કિસમિસ, વાટેલા જાયફળ અને ઈલાયચી મિક્સ કરી બરાબર હલાવી લેવું. મીડીયમ સાઇઝ ના લાડુ વાળી લેવા. ઉપર ખસખસ થી ગાર્નીશિંગ કરવું. તૈયાર છે મસ્ત મજા ના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12711400










ટિપ્પણીઓ