મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)

મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ..
મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને એક ઉભરો આવે એટલું ગરમ કરો
- 2
5 મિનિટ પછી એમાં વિનેગર અને પાણી મિક્સ કરી દૂધ માં ઉમેરો.
- 3
દૂધ માંથી પાણી અલગ તરી આવે પનીર છૂટટુ..થાય એટલે પાણી નિતારી લો
- 4
પનીર ને ઠંડા પાણી થઈ ધોઈ લો એક કોટન કપડાં માં બધી ને લટકાવી દો
- 5
અડધો કલાક પછી પનીર રેડી થઈ જશે.
- 6
પનીર ને એક નોનસ્ટિક વાસણ માં લો એમ ખાંડ ઉમેરી મિક્સ કરી લો
- 7
ત્યારબાદ જ ગેસ ચાલુ કરવો
- 8
બદામ કેરી ને કાપી ને પલ્પ તૈયાર કરો
- 9
પલ્પ પનીર અને ખાંડ ના મિશ્રણ માં ઉમેરી લો
- 10
ગેસ ધીમો રાખી આ બધું મિક્સ કરી લો
- 11
આ મિક્સ ને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો
- 12
હવે ઘટ્ટ થયેલા મિક્સ માં વેનીલા એસેન્સ ઉમેરી ગેસ બંદ કરી લો
- 13
હવે મિક્સ ને સારી રીતે હલાવતા રહો
- 14
ઠંડુ થાય એટલે એને એક વાર હાથે થઈ ઘસી ને મિક્સ કરી સ્મૂધ કરી લો
- 15
સંદેશ મિક્સ માંથી નાના સંદેશ બનાવી એને પિસ્તા કતરણ થઈ સજાવી લો
- 16
હવે એને 5 મિનિટ માટે ફ્રીઝ માં સેટ થવા માટે મુકો
- 17
હવે સેટ થયેલ સંદેશ ને ચાંદી ના વરખ થી ગાર્નિશ કરો
- 18
હવે કેરી સાથે સજાવી સંદેશ નો આનંદ માણો.
Similar Recipes
More Recipes






























ટિપ્પણીઓ (4)