ઘઉંના લોટની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)

#goldenapron3
#week22
#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ૧
ઘઉંના લોટની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3
#week22
#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સ્વચ્છ કપડામાં ઘઉંના લોટને બાંધી અને કુકરમા ચાર સીટી વગાડી ને બાફી લો ઘઉંના લોટમાં પાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અંદાજિત ત્રણ થી ચાર સિટી લગાડવી
- 2
ત્યારબાદ કુકર થઈ જાય એટલે બફાઈ ગયેલા ઘઉં ના લોટ ના કપડા ને બહાર કાઢીને તેમાંથી લોટ છૂટો પાડી દો
- 3
પછી એ લોટને કોઈ ભારી વસ્તુઓ વડે ખાંડી અને નાના નાના કટકા કરો એના ના કરતા ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખો અને પછી ગ્રાઈન્ડ થયેલા લોટને નાના લોટ ચાળવાના હવારાથી ચાળી લો
- 4
મરચાની અને આદુ ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને લોટમાં ઉમેરો
- 5
ત્યારબાદ તેમા માપ પ્રમાણે તલ હળદર અને નમક ઉમેરી દો અને છાશથી લોટ બાંધો લોટ બાંધવામાં મોણ જરા પણ નહીં નાખવાનું ફક્ત છાશથી જ લોટ બાંધવો ને લોટને ઢીલો બાંધવો
- 6
ત્યારબાદ ચકરી પાડવા નો સંચો લય તેમાં ચકરીની જાળી નાખી અને બાંધેલા લોટને નાના નાના લૂઆ કરીને સંચામાં ઉમેરો જો લોટ થોડો ડ્રાય થઈ ગયો હોય તો છાસ માં હાથ બોડીને લુવાને કુણવીને સંચામાં નાખવા જેથી કરીને ચકરી સરસ પડશે
- 7
સંચો ભરાઈ જાય એટલે તેને પેક કરીને તેમાંથી લાંબી લાંબી પટ્ટી બહાર પાડવી અને પછી તેને ગોળ ગોળ વાળતા જવી હળવે હાથે ગોળગોળ વાળવી
- 8
આવી રીતે બધી ચકરી વાળીને તળવા માટે તેલ ગરમ કરીને ધીમે ધીમે મીડીયમ આંચ ઉપર બધી ચકરી તડવી ચકરી ને બહુ તેલમાં ઉથલાવી નહીં બાકી ચકરી છૂટી પડી જશે
- 9
બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી અને પછી બહાર કાઢી છાપા ઉપર ડ્રાય થવા દેવી તો આ રીતે તૈયાર છે ઘઉંના લોટ ની ફરસી ચકરી
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (7)