રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં એક ચમચી તેલ લઇ બધા આખા મસાલા સાંતળો બરાબર સતતડાય ઍટલે એમા સમારેલા કાંદા લસણ, ટામેટા, આદુ ઉમેરી બરાબર ચડી જાય ત્યાં સુધી સંતાડી ગેસ પરથી ઉતારી ઠંડુ પડવા દો. પનીર ના મોટા ચોરસ ટુકડા કરી દો. 100 ગ્રામ જેટલું પનીર છીણી લ્યો.
- 2
હવે બધું ઠંડુ પડે એટલે મિક્સર જાર માં લય એકદમ સ્મૂધ ક્રશ કરી લ્યો. હવે એક કઢાઇ માં 7 ચમચી તેલ ગરમ કરવા મુકો. એમા બનાવેલ પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. એમા કેપ્સિકમ અને બધા મસાલા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી એમા 1 ગ્લાસ પાણી ઉમેરી હલાવી લ્યો એમા છીણેલું પનીર ઉમેરો. પછી પનીર ના ટુકડા ઉમેરી હલાવી 2 મિનિટ ઢંકાણ ઢાંકી થવા દો.
- 3
હવે એમા મલાઇ ઉમેરી કસુરી મેથી નાખી મિક્સ કરી દો હવે કોલસાને ગેસ પર સળગાવી દો.
- 4
હવે શાક પર કેપ્સિકલ ની એક સ્લાઈસ મૂકી સળગતો કોલસો એનાપર મૂકી એક ચમચી બટર રેડી તરતજ ઢાંકણ ઢાંકી 10 મિનિટ આમજ રહેવા દો. પછી કોલસો કાઢીનાંખો, હવે સર્વ કરો સુપરટેસ્ટી પંજાબી સબ્જી.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (20)