વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)

#વીકમીલ૩
સ્ટીમ અથવા ફ્રાઈડ
આ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે.
વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)
#વીકમીલ૩
સ્ટીમ અથવા ફ્રાઈડ
આ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં મેંદો નાખી તેમાં મીઠું સ્વાદનુસાર નાખો પછી તેલ યા ઘી નાખો ને થોડુ પાણી નાખી લોટ બાંધવો ને તેને બહુ ઢીલો નહી પણ કઠણ બાંધવો. આસાનીથી વણી શકાય તેવો રાખવો. પછી તેને રેસ્ટ કરવા ઢાકીને મૂકો.
એક પેનમાં સૌ પ્રથમ કોબી નાખો પછી ડુંગળી, ગાજર, લીલું મરચું, આદુ,મીઠું, બ્લેક પેપર નાખવું ને પછી બટર નાખો ને પછી સતત પકાવવું પાણી સોસાઈ ત્યાં સુધી કોબીમાં ઓછું વત્તા પ્રમાણે પાણી હોય છે. બહુ ફીલીંગ ડ્રાય ના રહેવું જોઈએ થોડું જ્યુસી રાખવું. પછી તેને ઠંડું પડવા દો. - 2
.ઠંડુ પડે ત્યાં સુધી લોટ કુણવી ને લુવા પાડો એકસરખા ને પછી વણવી.પાટલો ને વેલણ તેલવાળો કરીને પતલી વણવી પછી તેમાં એક સ્પુન જેટલું ફીલીંગ ભરી ને સાડીની પ્લેટની જેમ ફોલ્ડ કરો. એવી રીતે બધા મોમોઝ તૈયાર કરી લો. પછી સ્ટીમર કે એક કઢાઈમાં સ્ટેન્ડ મૂકી ને એક ચારણીમાં મોમોઝ ગોઠવીને સ્ટીમ માટે મૂકો. સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો ને ને મોમોઝ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ