પકોડા કરી(pakoda curry in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી, બટાકા ની કતરણ કરો, તેમાં બેસન,મીઠું, હળદર,લાલ મરચું, અજમો,લીલા ધાણા નાખી જરૂર મજુબ પાણી રેડી ખીરું તૈયાર કરો.
- 2
પછી કઢાઈમાં તેલ લઈને તેને ગરમ કરી લો,પછી ખીરા માં સોડા નાખી તેના ગરમ ગરમ પકોડા તૈયાર કરો.
- 3
પછી એક વાસણમાં દહીં લો,તેમાં બેસન, આદુમરચાં, મીઠું, હળદર નાખી ધોળ તૈયાર કરોતેમાં જરૂર મજુબ પાણી રેડી ધોળ તૈયાર કરી લો.
- 4
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડો, લાલ મરચું, હીંગ નાખી વધાર કરી તેમાં દહીં વાળુ ધોળ નાખી તેને ઉકાળો, પછી તેમાં તૈયાર કરેલા પકોડા નાખી ઉકાળી લો તેમાં લીલા ધાણા નાખી તેને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097357












ટિપ્પણીઓ (5)