ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ

ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા બનાવવા માટે અડદની દાળ અને ચોખાને પાંચથી છ કલાક પલાળી અને પીસી લો અને એને ત્રણથી ચાર કલાક અથવા આવવા દો.તયારબાદ બે કપ ખીરૂ લઈ તમા ઈનો અને તેલ ઊમેરો.ખીરૂ હલાવી ત્યારબાદ તેને ઢોકળાની થાળીમાં પાથરી ઉપર ચીલી ફ્લેક્સ અને તલ ભભરાવી અને ઢોકળા ઉતારો
- 2
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો તેમાં લસણની પેસ્ટ ઉમેરો.હવે ઝીણા સમારેલા કાંદા ઉમેરો અને બાફેલી ફણસી ગાજર અને કૉરન ઉમેરો.ત્યારબાદ તેમાં બહારત મસાલો ઉમેરો.(બહારત મસાલો બનવવા માટે ઉપર ની સામગ્રી ઉમેરો.)પૂરણ ઠંડું પડે એટલે માં એક ક્યુબ ચીઝ ઉમેરો.
- 3
હવે હમસ બનાવવા માટે કાબુલી ચણાને બાફી લો.ત્યાર બાદ તેમાં દહીં લસણ અચારી મસાલો,મીઠું અને લીંબુનો રસ,ઓલિવ ઓઈલ ઉમેરી અને એને મિક્સરમાં પીસી લો.
- 4
હવે લસણની ચટણી બનાવવા માટે લસણ મીઠું અને જીરું અને બંનેને ખાંડની દસતામાં ખાંડી લો.
- 5
હવે ઉતારેલા ઢોકળા પર લસણની ચટણી લગાડો એની ઉપર લેબની સ્ટફિંગ લગાવો અને ત્યારબાદ તેની ઉપર બીજા ટુકડાથી ઢાંકી દો.અને તેની ઉપર આચરી હમસથી ગાર્નિશિંગ કરો.અને પારસલે લગાવો.તો તૈયાર છે ઇન્ડો લેબેનિ ઝ ઢોકળા પેસ્ટ્રી વિથ આચરી લસુની હમસ
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (5)