(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)

Avanee Mashru @cook_22548235
(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં ચણાનો લોટ લઇ, તેમાં 1/4 ચમચી હળદર, 1/2ચમચી મરચું, સ્વાદાનુસાર નમક અને ૧ ચમચી તેલ નાખી સેવ જેવો લોટ બાંધી લ્યો.
- 2
હવે એક કડાઈ માં ૩-૪ ચમચી તેલ લઇ, તેમાં જીરું, રાઈ, તમાલપત્ર, હિંગ નાંખી ને છાસ વધારો. (છાસ વધુ રાખવી, કારણકે ચણાનો લોટ છાશ પીવે અને સેવ પક્ક્વવાની પણ હોઈ એટલે).હવે તેમાં હળદર, મીઠું, મરચું નાખી ઉકળવા દ્યો.
- 3
છાસ ઉકળે એટલે તેમાં સેવ ના સંચા થી સેવ પાડો. આ સેવ ને સેજ ચમચે થી હલાવી, ૧૦-૧૨ મિનિટ ચડવા દ્યો (ઢાકવું નહિ)
- 4
પછી ચમચા લઇ જોઈ લેવું, સેવ પાકી ગઈ હોય તો કોથમીર છાંટી ૫ મિનિટ સીજવા દેવું, પછી પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113652







ટિપ્પણીઓ (6)