રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ફ્લાવર ને ગરમ પાણી થી ધોઈ અને જીણા સમારી લેવા ત્યારબાદ બટેટા ને ધોઇ ને નાના ટુકડા કરી લો હવે એક પેનમાં તેલ મુકી તેમાં પહેલા ફ્લાવર ત્યારબાદ બટેટા અને વટાણા ને તળી લો.ત્યારબાદ તેમાં મરચુ પાઉડર, મીઠું, આદું મરચાં ની પેસ્ટ, આમચૂર પાઉડર, ખાંડ,, લીંબુનો રસ કોથમીર, હળદર નાખીને સ્ટફિંગ તૈયાર કરો.
- 2
ત્યારબાદ બાદ ટામેટાની છાલ ઉતારી અને પેસ્ટ તૈયાર કરી લો ત્યારબાદ ડુંગળી ની પેસ્ટ કરી લો લસણ ને પણ સમારી લો ત્યારબાદ પનીર ને પણ તળી લો.હવે એક બાઉલમાં લોટ લઈ તેમાં ચણાનો લોટ અને મીઠું નાખી ને લોટ બાંધી લો.હવે લોટ માંથી લુવા લઈને પૂરી વણી લો વચ્ચે થી કટ કરીને તેમાં સ્ટફિંગ ભરી સમોસા તૈયાર કરો.હવે તેને એક ચારણી મા વરાળે બાફી લો.
- 3
હવે એક પેનમાં તેલ મુકી તેમાં લસણની પેસ્ટ, ડુંગળી ની પેસ્ટ, અને ટામેટા ની પ્યુરી નાખી ને સાંતળી લો.ત્યારબાદ ઉકળી જાય પછી તેમાં મરચુ પાઉડર હળદર મીઠું નાખીને ઉકળવા દો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા સમોસા અને તળેલું પનીર નાખીને ઉકળવા દો.ત્યારબાદ તેને કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ