હરીયાલી પનીર હૈદરાબાદી

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૧
આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને‌ ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે.

હરીયાલી પનીર હૈદરાબાદી

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ૧
આ એક ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જેમાં પાલક, કોથમીર અને‌ ડુંગળીની ક્રીમી ગ્રેવી બનાવેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 200ગ્રામ પનીર - ક્યૂબ્સમાં કટ કરવા
  2. ૩-૪ મોટી ચમચી દેશી ઘી
  3. ૨ મોટી ચમચી દહીં
  4. ૨ મોટી ચમચી તાજી ક્રીમ
  5. ખડા મસાલા
  6. ૧ કાળી ઇલાયચી
  7. ૨ લીલી ઈલાયચી
  8. લવિંગ
  9. ૧ ઇંચ તજનો ટુકડો
  10. સુકા મસાલા પાઉડર
  11. ૧ નાની ચમચી જીરું પાઉડર
  12. ૧ નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  13. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  14. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  15. ૧/૨ ચમચી ગરમ મસાલો
  16. ૧ નાની ચમચી કસુરી મેથી
  17. ગ્રેવી માટે
  18. ૧ ગુચ્છ પાલક- સમારેલી
  19. ૧ ગુચ્છ કોથમીર - સમારેલી
  20. ૧ ચમચી તેલ
  21. ૩-૪ લીલા મરચા - તીખા લેવા
  22. ૧ મધ્યમ કદની ડુંગળી
  23. ૨ નાના ટામેટા
  24. ૧ ઇંચ નો ટુકડો આદુ
  25. ૭-૮ લસણની કળીઓ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક અને કોથમીરને બરાબર ધોઈ લો..

  2. 2

    એક મોટી ચમચી તેલ કડાઈમાં ઉમેરો. તેલમાં બધા ખડા મસાલા ઉમેરો. અને ડુંગળી ઉમેરો. 2-3 મિનિટ સુધી સાંતળો. તેમાં આદુ લસણ અને લીલા મરચાં ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરીને નરમ થાય ત્યાં સુધી સતત ચલાવો.

  3. 3

    પાલક ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો અને કોથમીર ઉમેરીને 1-2 મિનિટ સુધી હલાવો અને ગેસ બંધ કરો. મિશ્રણને સંપૂર્ણ રીતે ઠંડુ થવા દો. અને મિશ્રણને મિકસર મા અેકદમ ઝીણી પેસ્ટ બનાવી લો.

  4. 4

    કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં લીલી પેસ્ટ ઉમેરો. ૩-૪ મિનિટ સુધી રાંધો. ગેસ નીચો વીંટી લો અને તેમાં દહીં અને તાજી ક્રીમ ઉમેરો. તેલ અલગ ન થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં બધા સૂકા મસાલા અને કસૂરી મેથી ઉમેરો. અહીં સ્વાદ માટે મીઠું ઉમેરો.

  5. 5

    તેલ અલગ થઈ જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરો. 2 મિનિટ બાદ તેમાં ગરમ મસાલો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

Similar Recipes