રસવાળા ખમણ

#સુપરશેફ2 આ સુરતનુ ફેમસ ફૂડ છે ખમણની જોડે કઢી બનાવવા માં આવે છે પણ આ કઢી ચણા ના લોટમાંથી બનાવવામાં નથી આવતી પણ દાળ ની બનાવવા માં આવે છે અને ખમણ સાથે બહુજ મસ્ત લાગે છે અને જેમ કોઇપણ કઢી માંગીએ એમ આ રસો માંગીએ છે વધારે જોઇએ છે
રસવાળા ખમણ
#સુપરશેફ2 આ સુરતનુ ફેમસ ફૂડ છે ખમણની જોડે કઢી બનાવવા માં આવે છે પણ આ કઢી ચણા ના લોટમાંથી બનાવવામાં નથી આવતી પણ દાળ ની બનાવવા માં આવે છે અને ખમણ સાથે બહુજ મસ્ત લાગે છે અને જેમ કોઇપણ કઢી માંગીએ એમ આ રસો માંગીએ છે વધારે જોઇએ છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટને એક બાઉલમાં લઈ ખાંડ મીઠું અને લીંબુનો રસ પાણી નાખી થોડુંક પાતળું મિક્સર તૈયાર કરી લો અને બીજી બાજુ ઢોકળા પેનમાં પાણી નાખી ગેસ ઉપર મૂકી દો તેલ લગાડીને એક પ્લેટ પણ એમાં મૂકી દોએટલે ઍ ગરમ થાય હવે બોઉલમાં ઇનો નાખી બરાબર હલાવી પ્લેટમાં ખીરુ નાખી દો અને 15 મીનીટ હાઈ ફ્લેમ પર થવા દો 15 મીનીટ પછી ધીમેથી ખોલી પ્લેટ બહાર કાઢી ઠડું થવા ઠંડુ થાય એટલે પિસ કરી લો અને તેલ મૂકી રાઈ અને લીમડા નો વઘાર કરી લો
- 2
ત્રણેય દાળ ધોઈ ને ઍક પેનમાં શેકી દો એમાં તજ લવિંગ અને મરી પણ નાખો અને દાળ માથી જયાં સુધી સુગંધ અને દાળ નો રંગ આછો ગુલાબી સુધી શેકવી
- 3
દાળ ઠંડી પડે એટલે મિક્સર માં ક્રશ કરી લો પાઉડર જેવી બનાવી લો એક બાઉલ મા દાળ નો પાઉડર અને થોડું થોડું પાણી નાખી પાતળુ ખીરા જેવું તૈયાર કરી લો
- 4
હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે લાલ આખા મરચા હિંગ હળદર મરચું લીમડા ના પાન નાખી દાળ નુ મિશ્રણ નાખી દો અને હલાવતા રહો ધીમેધીમે ધીમા તાપે હલાવતા રહો થોડાક ઘટ્ટ રસો થાય એટલે લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી દો
- 5
હવે ખમણ નો ભાંગી લો તેના ઉપર રસો નાખો સેવ નાખો સલાડ દાડમ અને કોથમીર નાખી સર્વ કરો
- 6
- 7
- 8
- 9
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ (6)