ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#માઇઇબુક
#પોસ્ટ_૨૯
#સુપરશેફ2

ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.

ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ_૨૯
#સુપરશેફ2

ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 15 મિનિટ
8 વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 કપરવો
  4. 1-1/2 કપદળેલી ખાંડ
  5. 1 કપદહીઁ (ફ્રેશ હોવુ જોઇએ)
  6. 1 કપતેલ
  7. 1/2 કપદુધ
  8. 1 ચમચીબેકીંગ પાઉડર
  9. 1/2 ચમચીબેકીંગ સોડા
  10. 1 ચમચીવેનીલા એસેન્સ
  11. 1/2 કપટુટી ફ્રુટી (1 ચમચી મેઁદામા મિક્સ કરવી)
  12. 4 ચમચીટુટી ફ્રુટી ગાર્નિશ કરવાં

રાંધવાની સૂચનાઓ

1 કલાક 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેક મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી મેઁદાથી ડસ્ટિંગ કરી દો.

  2. 2

    હવે એક બાઉલમાં તેલ અને ખાંડ લો. બરાબર મિક્સ કરી લો.હવે દહીઁ ઉમેરો. એ પણ બરાબર મિક્સ કરી લો. હવે મિશ્રણ મા મેંદો, ઘઉંનો લોટ અને રવો ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે કેક ના મિશ્રણમાં થોડું થોડું દુધ ઉમેરી સ્મુથ મિશ્રણ તૈયાર કરો.15 મિનિટ ઢાંકી રાખો.હવે તપેલામાં સ્ટેન્ડ મૂકીને પ્રીહિટ કરવા મુકો.હવે બેકીંગ પાઉડર, બેકીંગ સોડા અને એસેન્સ ઉમેરી એકજ દિશામાં મિક્સ કરી લો. ટુટી ફ્રુટી માં 1 ચમચી મેંદો ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે મિશ્રણમાં ટુટી ફ્રુટી ઉમેરી હળવા હાથે મિક્સ કરી કેક મોલ્ડ મા મિશ્રણ રેડી દો.હવે 2 થી 3 વાર ટેપ કરી મોલ્ડ ને પ્રીહિટ કરેલાં તપેલામાં સ્ટેન્ડ ઉપર મુકી દો.ઉપર થી ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરી ઢાંકી દો.

  5. 5

    1 કલાક 15 મિનિટ બાદ કેક રેડી થઈ જશે. કેક મા એકવાર છરી અથવા ટૂથપીક નાખી ચેક કરી લેવું. મોલ્ડ તપેલામાંથી બહાર કાઢી 15 મિનિટ ઠરવા દો. ત્યારબાદ અનમોલ્ડ કરી દો.

  6. 6

    કેક એકદમ ઠંડી થાય પછી પીસ કરી સર્વ કરો.

  7. 7

    તૈયાર છે નાની નાની ભુખ સંતોષે એવી ટુટી ફ્રુટી કેક.😋😋👌🏻👌🏻

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes