ચિકન ના મામણા નું રસાવાળું શાક(chicken rasvalu saak recipe in Gujarati)

#માઇઇબુક,#સુપર સેફ ૨,
#goldenapron3
ચિકન ના મામણા નું રસાવાળું શાક(chicken rasvalu saak recipe in Gujarati)
#માઇઇબુક,#સુપર સેફ ૨,
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચીકન નો ખીમો લઈ ચિકન ખીમો બરાબર ધોઈ લેવો ખીમા માં થોડું પણ પાણીના રહેવું જોઈએ.
- 2
હવે ત્રણ નંગ ડુંગળી ને લઈને ડુંગળીને એકદમ ઝીણી કાપી લેવી અને ત્રણ નંગ ટામેટા ને મિક્સર જારમાં ટામેટાની ગ્રેવીકરી લેવી.
- 3
ત્યારબાદ ચીકન ખીમા માં લાલ મરચાનો પાઉડર, હળદર,ચિકન મસાલો,કોથમીર,લીંબુ, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 4
ત્યારબાદ તૈયાર કરેલા ચિકનના ખીમા ને ગોળ આકાર આપીને નાના નાના બોલ્સ બનાવી લેવા.
- 5
હવે ગેસ ઉપર એક કડાઈ માં તેલ નાખીને તેલ ગરમ થાય ત્યારબાદ તેલ માં એક ટુકડો બાદીયા નો, ત્રણ નંગ મરી, એક પત્તું તજ, ૩ નંગ લવિંગ આ બધા નાખીને બે મિનિટ થવા દો ત્યારબાદ કાપેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને જ્યાં સુધી ડુંગળી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી ડુંગળીને ધીમા તાપે થવા દો ડુંગળી થઈ જાય ત્યારબાદ ટામેટાની ગ્રેવી ને નાખી દો. હવે આને બે મિનિટ સુધી થવા દો.
- 6
ત્યારબાદ ડુંગળી અને ટામેટાની ગ્રેવીમાં મસાલા કરવો. હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો, ચિકન મસાલો મીઠું નાખીને બરાબર હલાવો હવે ગ્રેવીને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દો.
- 7
હવે પાંચ મિનિટ બાદ ગ્રેવીને ખોલી ને એમાં અડધો ગ્લાસ પાણી નાખીને થોડીવાર ઢાંકીને થવા દો.
- 8
હવે ગ્રેવીમાં બનાવેલા ચિકન મામણા ને નાખીને જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને ઢાંકીને દસ મિનિટ સુધી થવા દો.
- 9
ત્યારબાદ ૧૦ મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લેવું ચિકન ના મામણા નું રસાવાળું શાક તૈયાર થઈ ગયું હશે.
- 10
હવે ચિકન ના મામણા નું રસાવાળું શાક તૈયાર હશે.એક સર્વિંગ પ્લેટમાં લઈને પછી થોડી કોથમીર નાખીને સર્વ કરવું.
- 11
ચિકન ના મામણા નું રસાવાળું શાક ચોખાના રોટલા સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ