ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#સુપરશેફ3
#Monsoon special
#breakfast
#parathas
અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  1. 2 કપઘઉં નો લોટ
  2. પાણી જરૂર મુજબ(લોટ બાંધવા)
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીકસુરી મેથી પાઉડર
  6. 2 ચમચીતેલ(મોણ માટે)
  7. 2 ચમચીઘી(પરાઠા પર લગાવવા)
  8. 2 ચમચીલસણ છીણેલું
  9. 2 ચમચીલીલા ધાણા ઝીણા સમારેલા
  10. તેલ પરાઠા શેકવા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘઉં નો લોટ ચાળીને લઈ લો તેમાં મીઠું,અજમો,કસૂરી મેથી અને તેલ નું મોણ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    થોડું થોડું પાણી લઈ થોડો સોફ્ટ લોટ બાંધી થોડું તેલ ઉમેરી લોટ ને મસળી લો. લોટ ને 15 મિનિટ રેસ્ટ માટે મૂકી દો.

  3. 3

    હવે લોટ માંથી લુવા બનાવી લો તેમાંથી એક લુવો લઈ મોટી રોટલી વણી લો.

  4. 4

    ઉપર ઘી લગાવી થોડો કોરો લોટ છાંટી લઈ રોટલી ના પડ વાળી લો. લોટ ને થોડો ખેંચી ને રોલ વાળી લો.

  5. 5
  6. 6

    ઉપર થી લસણ અને ધાણા લગાવી હલકા હાથે પરાઠા વણો.

  7. 7

    હવે તવો ગરમ કરી પરાઠા ની લસણ વાળી બાજુ નીચે રાખી થોડું શેકી ને પલટાવી દો. બીજી બાજુ તેલ ચોપડી ગોલ્ડન થયા ત્યાં સુધી શેકો.

  8. 8
  9. 9

    તૈયાર છે ગાર્લિક લચ્છા પરાઠા. આને મે ઠંડી દહીં સાથે સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes