સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati)

# માઇઇબુક,# સુપર સેફ ૩ ,
સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati)
# માઇઇબુક,# સુપર સેફ ૩ ,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખા ને સારી રીતે ધોઈ લેવું.હવે એક બીજા બાઉલમાં સોયાબીન ને ધોઈ ને ૧૦ મીનીટ સુધી પાણી માં પલાળી ને રાખો.
- 2
ત્યારબાદ એક ઙીશ માં ડુંગળી, ટામેટા અને કોથમીર કાપી લેવા.અને એક બીજા નાના બાઉલમાં પાણી નાખીને એમા બટાકા કાપી લેવા.
- 3
ત્યારબાદ એક કુકરમાં તેલ નાખીને તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી જીરું અને બધાં ખડા મસાલા નાખીને બે મિનિટ પછી તેમાં ડુંગળી, ટામેટા, બટાકા અને સોયાબીન નાખી ને બે મિનિટ સાંતળવું.
- 4
ત્યારબાદ એમાં હીંગ, આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, ધાણાજીરૂ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર હલાવી લેવું.
- 5
હવે આને બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું. ત્યારબાદ એમાં ઘોયેલા ચોખા નાખી બરાબર હલાવી લેવું.અને હવે કુકરમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લેવું .હવે કુકર બંધ કરી ૨ સીટી થવા દેવી. ૨ સીટી થેયજાય પછી ગેસ બંધ કરી લેવું.
- 6
હવે કુકર ઠંડું થયા બાદ કુકર ખોલી લેવું.અને પુલાવ ને એક ડીશમાં કાઢી લેવો. અને ઉપર કોથમીર નાખી સર્વ કરવું.
- 7
હવે આપણો ગરમા ગરમ સોયાબીન પુલાવ તૈયાર છે.પુલાવ ને કેરી નું અથાણું અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ