લાલ ચણાનું શાક(chana nu saak recipe in gujarati)
# સાતમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને છથી સાત કલાક પલાળી લેવા ચણા પલળી જાય ત્યારબાદ એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકવું.
- 2
તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દઈશ પછી એમાં ઝીણી કાપેલી ડુંગળી નાખવી ડુંગળીને બે-ત્રણ મિનિટ સાંતળવી.
- 3
ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાંખવી અને બરાબર હલાવી લેવું ત્યારબાદ ટામેટાની ગ્રેવી બનાવી લેવી ટામેટાની ગ્રેવી ને કુકરમાં નાખી અને ના બધા મસાલા કરવા લાલ મરચાનો પાઉડર,હળદર, ગરમ મસાલો,ધાણાજીરૂ, છોલે મસાલો, હિંગ અને મીઠું આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું
- 4
ત્યારબાદ અને બેથી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને થવા દેવી હવે એમાં પલાળેલા લાલ ચણા નાખવા અને બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી નાખીને કુકર બંધ કરી લેવું પાંચથી છ સિટીમાં આપણા ચણાનું શાક તૈયાર થઈ જશે.
- 5
કુકર ઠંડુ પડે ત્યાર બાદ કુકર ખોલીને ચેક કરી લેવું ઉપરથી ગરમ મસાલો નાખો અને કોથમીર નાંખવી તૈયાર છે ગરમા ગરમ લાલ ચણા નુ શાક
- 6
લાલ ચણા નુ શાક મેં પૂરી સાથે સર્વ કર્યું છે તમે એને રોટલી અથવા તો પણ ખાઈ શકો છો ચણા નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (3)