લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)

ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.
#west #વેસ્ટ

રાંધવાની સૂચનાઓ
- 1
બતાવેલા માપ થી દાળ અને ચોખા ને 4 થી 5 ઘણું માપ લઈ લઈ કરકરો/કકરો લોટ દળાવી લેવો. ઢોકળા નો લોટ તૈયાર છે. હવે 2 કપ ઢોકળા નો લોટ લો. તેમાં દહીં ઉમેરો. ચપટી હળદર, મેથી ના દાણા તથા ચણા ની દાળ ઉમેરો. હવે તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરો અને સરખું હલાવી લો. હવે ખીરા ઉપર ઢાંકીને અને ઉપર કૈંક વજન મૂકી ને આથો લાવવા 6 થી 8 કલાક પલાળી રાખો.
- 2
8 કલાક પછી ખીરા માં સ્વાદ મુજબ મીઠુ, હળદર, આદુ, લસણ, લીલા મરચાં અને કોથમીર નાખીને સરખું હલાવીને મિક્સ કરી લો. હવે 1 વાસણ માં પાણી અને તેલ મિક્સ કરીને ગરમ કરો. ગરમ થઈ જાય એટલે ખીરા માં ખાવાનો સોડા નાખી તેના ઉપર ગરમ તેલ અને પાણી નું મિશ્રણ નાખીને સરખું હલાવી લો.
- 3
સોડા પર ગરમ તેલ અને પાણી નું મિશ્રણ નાખવા થી સોડા react કરશે અને ઉભરો આવશે. ખીરું એકદમ હળવું થઈ જશે. સરખું મિક્સ કરી લો. ઢોકળા ઉતારવા ખીરું તૈયાર છે. ઢોકળા ના કૂકર માં પાણી ઉકળવા મૂકો દો. બધી વાટકી માં નીચે તેલ લગાવી દો અને ખીરું ભરી દો. ઉપર લાલ મરચું પાઉડર ભભરાવી દો. આવી રીતે બધી વાટકી તૈયાર કરી લો. આવી જ રીતે પ્લેટ પણ તૈયાર કરવી.
- 4
કૂકર માં વાટકીઓ મૂકી વરાળ માં ઢોકળા બાફી લો. 10 મિનિટ પછી ચેક કરી લો. ચોંટે નહીં તો કાઢી લો. પ્લેટ છરી થી આડા ઉભા કટ મારી ચોરસ ટુકડા કરી લો. આવી રીતે બધી બધા ખીરા માંથી ગોળ અને ચોરસ ઢોકળા ઉતારી લો. કોથમીર ની ચટણી, લસણ ના મસાલા અને સિંગતેલ સાથે ગરમા ગરમ સર્વ કરો.
- 5
લસણ ને ખલ માં લઈ દસ્તા થી પીસી લો. એકદમ ક્રશ થઈ જાય અને પીસાઈ જાય એટલે 1 વાટકી માં લઈ તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને તેલ નાખી સરખું મિક્સ કરી લો. લસણ નો મસાલો તૈયાર છે.
- 6
લીલી ચટણી ની બધી સામગ્રી 1 મિક્સર માં લઈ ક્રશ કરી લો અને ચટણી બનાવી લો. ઢોકળા સાથે સર્વ કરવા કોથમીર ની ચટણી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)