પાત્રા(Patra recipe in Gujarati)

પાત્રા(Patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાથરોટ માં બે વાટકા ચણાનો લોટ લઇ, તેમાં લસણની પેસ્ટ, અને આદુની પેસ્ટ, લીલામરચાની પેસ્ટ,ખાંડ, બે ચમચી તેલ,હળદર, ધાણાજીરૂ,લાલ મરચા પાઉડર, બધું જ એડ કરો. હવે ખાવાનો સોડા નાંખી તેના ઉપર લીંબુ નીચોવો. અને પાણીની મદદથી લોટ ને ઢોઈ નાખો. આપણે ઈડલીના ખીરા થી ઘટ્ટ રાખવાનું છે.
- 2
અળવીના પાનને ધોઇને કોરા કપડે સાફ કરો તેની નસુ કાઢી નાખો.
- 3
હવે પાંદડાને ઉંધુ રાખી તેના ઉપર લોટ સ્પ્રેડ કરો. પછી કઈ બાજુથી પાંદડાને પકડીને રોલ વાળી લો. ઢોકળીયામાં ચાર ગ્લાસ પાણી મૂકી ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો. ઉપર કાના વાળી જાડી મૂકો અને તેના ઉપર તેલ લગાવો.
- 4
હવે જે આર ઓરવાડા છે તેને ઢોકળીયા માટે ઉપર મૂકો. બધા જ રોલ આવી રીતે વાળીને ઢોકળીયા ને બંધ કરો. અરે મિનિટ સુધી ચઢવા દો.
- 5
જો ખ્યાલ ના આવે તો તેમાં વચ્ચે એક આખું બટેટુ મૂકી દો.બટેટુ ચડી જાય, એટલે સમજી લેવું કે,તમારા ઢોકળા ચડી ગયા છે.
- 6
પછી રોલની બહાર કાઢી ગોળ ગોળ પતીકાં સુધારી એક લોયામાં એક વાટકી તેલ મૂકી. તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો, મરચા ની કટકી,આવી જાય એટલે આ પાત્રાને તેમાં નાખી હલાવી લો. કોથમીરથી ગાર્નિશિંગ કરો ગરમ-ગરમ પાત્રા ને ચટણી-ચા સાથે સર્વ કરો. ખાવ અને ખવડાવો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)