રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)

#LO
રોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ)

રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ૫ વધેલી રોટલી લેવાની. હવે એક બાઉલમાં માં ૨ ચમચા ચણા નો લોટ લેવો, તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરુ પાઉડર, હળદર, હિંગ,ખાંડ, ગરમ મસાલો,જરૂર મુજબ પાણી નાખી ખીરું રેડી કરવું.
- 2
હવે રોટલી ઉપર ખીરું લગાવી તેનો રોલ વાડી દેવો.આવી રીતે બધા જ રોલ રેડી કરવા.હવે ઢોકળા માં વરાળે ૧૦ મિનિટ સ્ટીમ કરવું.
- 3
બફાઈ જાય પછી તેના પિશ કરવા.હવે કોબી, ગાજર,કેપ્સિકમ,ડુંગળી લાંબુ સુધારી લેવી.
- 4
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી સોટરવી,પછી તેમાં બીજા વેજીટેબલ નાખી ૨ મિનિટ માટે સાંતળવા.પછી તેમાં મીઠું, મરી પાઉડર, સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ નાખી મિક્સ કરવું.પછી તેમાં રોટલી ના બટકા કરેલા એ નાખી મિક્સ કરવું.તો રેડી છે રોટી ચાઇનીઝ રોલ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)