કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)

bijal muniwala @cook_25980872
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં બટાકા બાફી લેવા પછી બફાઈ ને ઠંડા થાય એટલે છાલ ઉતારવી, પછી તેના 2 ટુકડા કરી લેવા।
- 2
ત્યારબાદ મિક્ષરમાં આખા લાલ મરચા, કાંદા,ટામેટાં ના ટુકડાં, લસણ ની કળી,હળદર,લાલ મરચુંં,થોડું મીઠુ નાખીને ક્રશ કરવું(પાણી ઉમેરવું નહીં)
- 3
એક પેનમાં તેલ મૂકી બટાકા થોડાંક તળી લેવા, થાય એટલે એક પ્લેટ માં કાઢી લેવાં પછી તેમાં જીરૂ, લીમડા, હીંગ નો વઘાર કરવો,પછી ક્રશ કરેલી ગ્રેવી મિક્ષ કરવી, તેમાં બટાકા મિક્ષ કરવાં, સ્વાદ મુજબ મીઠું નાંખવું.
- 4
પછી આમચુર પાઉડર,ધાણા જીરૂ નાંખીને હલાવી લેવું.ઉપરથી કોથમીર નાંખીને પરાઠા કે ભૂંગળા સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608297









ટિપ્પણીઓ