બટાકા પરાઠા(bataka parotha recipe in gujarati)

બટાકા પરાઠા(bataka parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લેશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું અને બે ચમચી તેલ ઉમેશુ ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેશું નહિ ઢીલો કે નહિ કઠણ મિડીયમ સાઈઝ નો.
- 2
મસાલો બનાવવા માટે. એક બાઉલમાં દહીનો મસકો લેવો જે આપણે શીખંડમાં બનાવીએ છીએ તેવો મસકો લેવાનો છે ત્યારબાદ છીણેલું પનીર, બાફેલા બટાકા નું છીણ ઝીણા સમારેલા લીલા મરચાં,આદુનું છીણ, લાલ મરચું પાઉડર, ધાણા-જીરુ પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો, કાળા મરીનો ભૂકો, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ઝીણી સમારેલી કોથમીર.
- 3
ત્યારબાદ બધા મસાલાને મિક્સ કરી લેવું મિક્સ થઈ ગયા બાદ તેના મીડિયમ સાઇઝના ચાર ગોળા વાળી લેવા.
- 4
હવે આપણે પરાઠા બનાવવા માટે ઘઉંના લોટમાથી મિડિયમ સાઈઝનો લુવો લઈને નાની પૂરી જેવુ વણસુ ત્યારબાદ તેમાં મિક્સ થયેલા મસાલા નો ગોળો મુકી ફરતી સાઇડથી વાળી લેવું અને બરાબર લુવો કરી અને નાની રોટલી જેવું વણી લેવું ત્યારબાદ ગેસ ઓન કરી તવી મૂકવી તેમાં પરાઠા ને સેકવા મુકવું ધીમા તાપે. પછી શેકાઈ ગયેલા પરોઠાને બીજી સાઈડ ઉથલાવી ને બંને સાઇડ તેલ લગાવવું. થઈ ગયા દહીં પનીર બટાકા પરાઠા તૈયાર.
- 5
તૈયાર થઈ ગયેલા દહીં પનીર બટાકા પરાઠા સર્વ કરીએ સર્વિંગ પ્લેટમાં અને ટામેટા કેચપ સાથે સર્વ કરીયે. અને કોઇપણ ચટણી સાથે પણ ખાઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (4)