સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.
#GA4
#week8
#steam

સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)

ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.
#GA4
#week8
#steam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ તૈયાર ઈદડા નો લોટ
  2. 1 વાટકીખાટું દહીં અથવા ખાટી છાશ
  3. જરૂર મુજબ પાણી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 2 ચમચીતેલ
  6. 1/2 નાની ચમચીખાવાનો સોડા
  7. ઉપર ભભરાવવા માટે લાલ મરચું
  8. 1 ચમચીવાટેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઇદળાના લોટમાં દહીં અને પાણી ઉમેરી 5 થી 7 કલાક આથો આવવા દો.

  2. 2

    ગેસ ઉપર ઇદળાનુ કુકર માં બે ગ્લાસ પાણી ઉમેરી અને ગરમ થવા દો.કુકરમાં પાણી ગરમ થઇ જાય એટલે તેમાં તેલ લગાવી ઉતારવાની ડીશ પાંચ મિનિટ સુધી રહેવા દો. હવે ખીરા ની અંદર વાટેલા મરચાં મીઠું બે ચમચી તેલ અને ખાવાનો સોડા મિક્ષ કરીને બરાબર હલાવો. હવે ડીશ ની અંદર ખીરું ઉમેરી લો. ઉપર લાલ મરચું ભભરાવી દો.અને કુકર બંધ કરી ૧૦ થી ૧૨ મિનીટ સુધી રહેવા દો. હવે તેને બહાર કાઢી ઠંડા થવા દો અને કાપા પાડી લો

  3. 3

    હવે તેને કોથમીર ની ચટણી સોસ કે સીંગતેલ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes