કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)

Vrutika Shah @vrutikashah
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળા ની છાલ ઉતારી નાખવી. પછી તેને ચિપ્સ ની જેમ કટ કરવા.
- 2
હવે એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું નાખી મિક્સ કરી તેમાં કાચા કેળા ની ચિપ્સ નાખવી. ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું
- 3
એક કપડાં માં ચિપ્સ ને પથરી ને તેનું પાણી નિતારી લેવું.
- 4
તેલ ગરમ થઈ જાઈ એટલે ચિપ્સ તરી લેવી. ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે એક ડિશ માં કાઢી લેવી.
- 5
હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, લીંબુ નાખી બરાબર મિક્સ કરવું અને સર્વ કરવું. તો તૈયાર છે કાચા કેળા ની મસાલા ચિપ્સ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13728931










ટિપ્પણીઓ