મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)

Chetna Jodhani @cook_26478004
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે ચટણી બનાવી લઈશુ. એક તપેલીમાં ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી એક ગ્લાસ પાણી ઉમેરી હલાવી લેવું પછી તેને ગેસ ઉપર ગરમ કરો પાંચ મિનિટ સુધી ઉકાળવું સતત હલાવતા રહેવું એટલે ચટણી તૈયાર
- 2
મેથીના ગોટા માટે સૌપ્રથમ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેવી તલ વરિયાળી અજમો વગેરે તૈયાર કરી લેવું
- 3
એક તપેલીમાં ચણાનો લોટ લઇ તેમાં મેથીને ધોઈ ને નાખવી તેમજ ઉપરની બધી સામગ્રી અંદર નાખો
- 4
તેમાં પાણી નાખી ગોટા પડે એવું મિશ્રણ તૈયાર કરો
- 5
એક તપેલીમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એક ચમચી તેલ મિશ્રણમાં નાંખો
- 6
આ મિશ્રણને હલાવી તેલમાં ગોટા પાડવા અને તળી લેવા
- 7
ગોલ્ડન કલર ના થાય એટલે ઉતારી લેવા એક ડીશમાં મેથીના ગોટા ચટણી સાથે સર્વ કરવા મરચા તથા ચટણી થી ગાર્નીશિંગ કરવું આર છે ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13813604













ટિપ્પણીઓ (6)