ઢેખરા (Dhekhra recipe in Gujarati)

ઢેખરા (Dhekhra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરના દાણાને ધોઈને પ્રેશર કૂકરમાં ત્રણ વ્હીસલ વગાડી બાફી લેવા. કૂકરને જાતે ઠંડુ થવા દેવું.
- 2
એક પોટ માં પાણી ગરમ કરવા મુકવું. તેમાં આદુ-મરચાની પેસ્ટ, તલ, હળદર, મીઠું અને ગોળ ઉમેરી બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં તુવેર નાં દાણા ઉમેરી દેવા. પાણી ઉકળવા માંડે એટલે ગેસ ધીમો કરી તેમાં બધા લોટ ઉમેરી દેવા.
- 3
હવે એક વેલણની મદદથી બધુ બરાબર હલાવી લેવું. લોટ અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ. હવે તેને ઢાંકીને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી સીજવા દેવું. ગેસ બંધ કરીને દસ મિનિટ ઢાંકી રાખવું. રૂમ ટેમ્પરેચર પર હૂંફાળું થાય ત્યાં સુધી ઠરવા દેવું.
- 4
ઢેખરા નું મિશ્રણ ઠરી જાય એટલે એમાં લીલા ધાણા ઉમેરી બરાબર મસળી લેવું. લોટ મસળીને એકદમ મુલાયમ કરી દેવો. હવે હાથ પર તેલ લગાડી એમાંથી નાની ગોળ ટીક્કી બનાવી લેવી. આ રીતે બધી ટીક્કી બનાવીને તૈયાર કરી લેવી.
- 5
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ એકદમ ગરમ થાય એટલે એમાં થોડા ઢેખરા ઉમેરીને મીડીયમ થી હાઈ હીટ પર બ્રાઉન કલરના તળી લેવા. આ રીતે બધા ઢેખરા તળી લેવા.
- 6
ગરમાગરમ ઢેખરા ને ધાણા ફુદીના ની લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે ચા અથવા કોફી સાથે પીરસવા.
Similar Recipes
-
લીલી તુવેરના ઢેખરા (Green Pigeon Peas Dhekhra Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#લીલી_તુવેરના_ઢેખરા ( Green Pigeon Peas Dhekhra Recipe in Gujarati ) આ ઢેખરા એ સાઉથ ગુજરાત ની ટ્રેડિશનલ લોકપ્રિય વાનગી છે. જે અનાવિલ બ્રાહ્મણ સમુદાય ના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. આ ઢેખરા તુવેર ના દાણા , ચોખા નો લોટ ને બીજા લોટ અને મસાલાઓ ઉમેરી ને બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઢેખરા ને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. Daxa Parmar -
સુરતી ખાટા વડા (Surti khata vada recipe in Gujarati)
સુરતી ખાટા વડા એ રાંધણ છઠ પર બનાવાતી દક્ષિણ ગુજરાતની એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. ઘઉં અને જુવાર ના લોટ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં દહીં નાખીને આથો લાવવામાં આવે છે જેથી એને ખાટો સ્વાદ મળે છે. તેથી એનું નામ ખાટા વડા પડ્યું છે. આ ખાટા વડા દેસાઈ વડા તરીકે પણ પ્રખ્યાત છે.#સાતમ#post2 spicequeen -
વડા (Vada Recipe in Gujarati)
દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે. Urmi Desai -
ઢેકરાં (Dhekra recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે. Deepa Rupani -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
ફરા (Farra recipe in Gujarati)
ફરા એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે ખાવામાં આવે છે. ફરા ભાત, ચોખાના લોટ અને મસાલા માંથી બનાવવામાં આવે છે. એકદમ ઓછા તેલ થી બનતી આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. એનો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે.#વેસ્ટ#પોસ્ટ8#india2020#post4 spicequeen -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1અનાવિલ બ્રાહ્મણ ની ફેમસ રેસિપિ જે શિયાળા માં વધુ બને છે....નાસ્તા માં ચા કે કોફી સાથે અથવા સૌસ ને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. KALPA -
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.#FFC2#cookpadindia#cookpad_gu spicequeen -
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે.જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે. આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા.પણ એણે પ્રેમથી ખાધા. Urmi Desai -
સર્વા પીંડી (Sarva pindi recipe in Gujarati)
સર્વા પીંડી તેલંગાના નો એક લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. આ વાનગી પલાળેલી ચણાની દાળ, ચોખાનો લોટ અને એમાં નહીં જેવા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. એકદમ સાદી રીતે બનતી આ વાનગી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ગરમાગરમ સર્વા પીંડી ને ચટણીની સાથે પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ3 spicequeen -
ધુસકા (Dhuska recipe in Gujarati)
ધુસકા એ ઝારખંડનો ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી આ વાનગી પૂરી અને વડાનું કોમ્બિનેશન જેવું લાગે છે. ધુસકા ને બટાકા ટામેટાના રસાવાળા શાક સાથે પીરસવામાં આવે છે. અથાણા અને ચટણી સાથે પણ એની મજા લઈ શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#ઈસ્ટ#પોસ્ટ5 spicequeen -
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#સાઉથ ગુજરાતની ફેમસ વાનગી ઢેકરાસ્વાદિષ્ટ ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા ચટપટી ટામેટા લસણ ની ચટણી સાથ Ramaben Joshi -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી પૂરી (Methi poori recipe in Gujarati)
મેથી પુરી ઘઉંનો લોટ અને મેથીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે નાસ્તામાં અથવા તો બાળકોનાં લંચ બોક્સમાં આપી શકાય. મેથી પુરી બટાકાનું શાક, અથાણું અથવા તો ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
મલ્ટી ગ્રેન પાનકો(Multigrain Panko (Panki) Recipe In Gujarati)
પાનકો એ દરેક અનાવિલ બ્રાહ્મણ બનતી પારંપરિક વાનગી છે. તમે આ ટેસ્ટી પાનકો ચા સાથે નાસ્તામાં કેચપ સાથે પણ લઇ શકાય Pinal Naik -
ઢેકરા(Dhekra recipe in Gujarati)
#GA4#Week13#Tuver દેસાઈ વડાની જેમ તુવેરના ઢેકરા પણ અનાવિલ ની સ્પેશ્યાલીટી છે. Panky Desai -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
જુવાર ના પુડા (Jowar puda recipe in Gujarati)
સ્વાસ્થ્યવર્ધક અનાજો ની નામાવલી માં જુવાર નો નંબર દુનિયામાં પાંચમો છે. ગ્લુટન ફ્રી જુવાર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જુવાર માં સારા એવા પ્રમાણમાં રહેલું ફાઇબર શરીર ની પાચન ક્રિયા વધારીને ગેસ, અપચો, કબજિયાત અને ઝાડા જેવા પેટ ના રોગો મટાડવામાં ઉપયોગી છે. એન્ટી કેન્સર પ્રોપર્ટી થી ભરપુર એવી જુવાર પ્રિમેચ્યોર એજીંગ પણ ઘટાડે છે. જુવાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે તેમજ બ્લડ શુગર લેવલ પણ કાબૂમાં રાખે છે.જુવાર નો લોટ રોટલી, રોટલા, ઈડલી, ઢોસા કે પુડા બનાવવા માટે ઉપયોગી છે. આખી જુવાર માં થી ખીચડી પણ બનાવી શકાય.સ્વાદિષ્ટ જુવાર ના લોટ ના પુડા બનાવવામાં ખૂબ જ સરળ છે અને પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી એનું પોષણ મૂલ્ય વધારી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
પૌંક વડા (Ponk Vada Recipe in Gujrati)
#cookpadindia#આ પોંક સુરતી સ્પેશિયલ વાનગી છે અને શિયાળામાં મળતા જુવારના લીલાં પોંક માંથી #પોંક_વડા બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે સાંજે સ્નેકસ/ બાઈટીંગમા આપવામાં આવતી આ ખૂબ પ્રખ્યાત વાનગી છે. નાના બાળકોથી લઈને મોટા બધાને પંસદ આવે છે. આજે મેં આ વડા સૂકાં પોંકને પલાળી બનાવ્યા છે. એટલે લીલાં પોંક જેવો રંગ નથી પણ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
કડક પાત્રા(Kadak Patra Recipe in Gujarati)
#goldenapron_3 #week_6 #Ginger#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૮પાત્રા બાફેલા, વઘારેલા અને તળેલા એમ ત્રણ પ્રકારના બનાવી શકાય છે. મારાં ઘરમાં તળેલા પાત્રા સૌથી વધારે પસંદ કરે છે એટલે આજે મેં બજારમાં મળતા કડક પાત્રા બનાવ્યા છે. જે પાત્રાના કાચા વીટામાથી બનાવ્યા છે. Urmi Desai -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
હરિયાલિ અપ્પે (Hariyali appe recipe in Gujarati)
અપ્પે સામાન્ય રીતે રવો અથવા તો ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા બાજરી ના લોટ નો ઉપયોગ કરીને હેલ્ધી અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા બધા લીલા શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. આ હેલ્ધી અપ્પે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં અને ચટણી સાથે પીરસી શકાય. ચા કે કોફી સાથે પણ નાશ્તા તરીકે પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (13)