સાઉથ ઇન્ડિયન ઉપમા (South Indian Upma Recipe In Gujarati)

Kruti Ragesh Dave @cook_23306347
સાઉથ ઇન્ડિયન ઉપમા (South Indian Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગનો વઘાર કરી પછી તેમાં કાંદા તથા લીમડી નાખી સાંતળવું પછી તરત જ અડદની દાળ અને આદુ મરચાની પેસ્ટ નાંખીને સાંતળવું કાંદા અને અડદની દાળ આછા ગુલાબી રંગની થાય એટલે તેમાં રવો નાખો અને પછી જરૂર પૂરતું મીઠું નાખી ને રવાને બરાબર શેકવા દેવો
- 2
ત્યાં સુધીમાં એક તપેલીમાં આપણે ઉપયોગમાં લીધેલ દહીં ની છાશ બનાવી દેવી છાસ બનાવવા માટે બેથી અઢી વાટકી પાણી નો ઉપયોગ કરવો
- 3
રવો સેકાઈ જાય એટલે તેમાં છાશ રેડી પછી બરાબર હલાવવું પછી ફોટા માં બતાવ્યા પ્રમાણે તેમાં વટાણા અને બે ચમચી ઘી નાખીને હલાવવું અને પછી તરત ગેસ બંધ કરી દેવો હવે સર્વિંગ પ્લેટમાં ઉપમા કાઢી ને તેને લીલા ધાણા તથા કાજુ થી ગાર્નીશ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13817384












ટિપ્પણીઓ (3)