વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)

વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા દાળ ને 5 કલાક પલાળી ને રાખો. પલળી જાય એટલે પાણીને નિતારી લો. પૌઆ ને પલાળી ને પાણી નિતારી લો.
- 2
હવે ચણા દાળ - પૌઆ ને મિક્સરમાં વાટી ને ખીરું તૈયાર કરો.
- 3
હવે એ ખીરામાં દહીં ઉમેરી ને મીક્સ કરીને તેમાં મીઠું, હળદર પાઉડર, લીલા મરચા આદુ વાટેલા, હિંગ નાખીને મીક્સ કરી લો
- 4
હવે ગેસ ચાલુ કરી ઢોકળિયા માં પાણી ગરમ કરી ને ઢોકળાની થાળી માં તેલ લગાવી(ગ્રીસ કરીને) ને થોડી ગરમ કરો પછી તેમાં ઢોકળાના ખીરા માં ખાવા નો સોડા ઉમેરીને ખીરું મીક્સ કરી ને ઢોકળાં ની થાળી માં ઉમેરી ને ઢાંકણ બંધ કરીને 15 મિનિટ માટે વરાળ થી ઢોકળા થવા દો.ઢોકળા થઈ જાય એટલે ગેસ બંધ કરી લો. પછી ઢોકળિયું ઠંડુ થાય એટલે ખમણ ઢોકળાની થાળી કાઢીલો.
- 5
હવે ખમણ ઢોકળા ના એક સરખા કાપા પાડી લો.
- 6
હવે ગેસ ચાલુ કરી વઘારીયા માં તેલ ગરમ કરીને રાઈ,હિંગ, લીલા મરચા નાખીને વઘાર કરો.ગેસ બંધ કરી લો. હવે વઘાર ને ખમણ ઢોકળાં ઉપર એક સરખી રીતે પાથરી દો.
- 7
તૈયાર છે.. વાટીદાળ ના ખમણ ઢોકળાં તેને બેસન ની ચટણી સાથે ખાવા ની મજા આવે...
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (16)