વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#GA4 #Week4
#Gujarati
ગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે..

વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)

#GA4 #Week4
#Gujarati
ગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા ની દાળ
  2. 1/2 કપપૌઆ પલાળેલા
  3. 2 મોટી ચમચીદહીં
  4. 2 ચમચીઆદુ મરચાં વાટેલા
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 1/4 ચમચીહિંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચીફૂટ સોલ્ટ (.ખાવા નો સોડા)
  9. 1 ચમચીફૂટ સોલ્ટ (.ખાવા નો સોડા)
  10. વઘાર માટે
  11. 4 ચમચીતેલ
  12. 1 ચમચીરાઇ
  13. 2લીલા મરચા સમારેલા
  14. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા દાળ ને 5 કલાક પલાળી ને રાખો. પલળી જાય એટલે પાણીને નિતારી લો. પૌઆ ને પલાળી ને પાણી નિતારી લો.

  2. 2

    હવે ચણા દાળ - પૌઆ ને મિક્સરમાં વાટી ને ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે એ ખીરામાં દહીં ઉમેરી ને મીક્સ કરીને તેમાં મીઠું, હળદર પાઉડર, લીલા મરચા આદુ વાટેલા, હિંગ નાખીને મીક્સ કરી લો

  4. 4

    હવે ગેસ ચાલુ કરી ઢોકળિયા માં પાણી ગરમ કરી ને ઢોકળાની થાળી માં તેલ લગાવી(ગ્રીસ કરીને) ને થોડી ગરમ કરો પછી તેમાં ઢોકળાના ખીરા માં ખાવા નો સોડા ઉમેરીને ખીરું મીક્સ કરી ને ઢોકળાં ની થાળી માં ઉમેરી ને ઢાંકણ બંધ કરીને 15 મિનિટ માટે વરાળ થી ઢોકળા થવા દો.ઢોકળા થઈ જાય એટલે ગેસ બંધ કરી લો. પછી ઢોકળિયું ઠંડુ થાય એટલે ખમણ ઢોકળાની થાળી કાઢીલો.

  5. 5

    હવે ખમણ ઢોકળા ના એક સરખા કાપા પાડી લો.

  6. 6

    હવે ગેસ ચાલુ કરી વઘારીયા માં તેલ ગરમ કરીને રાઈ,હિંગ, લીલા મરચા નાખીને વઘાર કરો.ગેસ બંધ કરી લો. હવે વઘાર ને ખમણ ઢોકળાં ઉપર એક સરખી રીતે પાથરી દો.

  7. 7

    તૈયાર છે.. વાટીદાળ ના ખમણ ઢોકળાં તેને બેસન ની ચટણી સાથે ખાવા ની મજા આવે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes