રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)

રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેક બનાવવા માટે સૌથી પહેલા કેકના ટીનને બ્રશની મદદથી બટર લગાવી દો અને ઓવનને ૧૮૦ પર પ્રી હીટ કરી લો
- 2
હવે બાઉલમાં બટર, કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનિલા એસેન્સ નાખી ઈલેક્ટ્રીક બીટર થી ૧ મિનિટ સુધી બીટ કરી લો
- 3
ત્યારબાદ ચારણી ની મદદથી મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગસોડા,ડ્રાયફૂડ પાઉડર બટર વાળા બાઉલમાં ચાડી લો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો પછી તેમાં દૂધ નાખીને મિક્સ કરી સ્મૂધ બેટર તૈયાર કરો હવે બેટર ને કેક ના ટિન માં નાખી 180 પર 20થી 30 મિનિટ માટે બેક કરી લો પછી કેકને ઠંડી થવા દો
- 4
- 5
દૂધના મિશ્રણ માટે:- હવે કડાઈમાં દૂધ લઈને દૂધ ને ઉકાળી લો પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઈલાયચી પાઉડર,દૂધનો મસાલો, પિસ્તા (બારીક કાપેલા) કેસર નાખીને દૂધ ગાડું થાય ત્યાં સુધી ઉકાળી લો પછી દૂધ ને ઠંડુ થવા દો
- 6
ત્યારબાદ કેક ઠંડી થઈ જાય ત્યારે કેક ની ઉપર દૂધનું મિશ્રણ ધીરે ધીરે નાખી ૧૫ મિનિટ માટે તેને રહેવા દો
- 7
હવે બાઉલમાં ક્રીમ, દૂધ નો મસાલો લઇ ઈલેક્ટ્રીક બીટર ની મદદથી બીટ કરી વ્હિપિગ ક્રીમ તૈયાર કરી લો
- 8
ત્યાર પછી કેક પર વ્હિપિગ ક્રીમ ને લગાવી દો તેની ઉપર ગુલાબ ની પાંખડી અને પિસ્તા થી ગાર્નીશ કરી લો તૈયાર છે...
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (29)
Sorry for that 😔