પાઉંભાજી તવા પુલાઉ (Paubhaji Tava Pulav Recipe In Gujarati)

Megha Thaker @cook_26308374
પાઉંભાજી તવા પુલાઉ (Paubhaji Tava Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને છુટા પાણી મા ચડાવી લેવાના પછી તેને ફ્રીઝ માં ૧ કલાક રાખી દેવાના, આમ કરવા થી ચોખા નો દાણો તૂટશે નહિ
- 2
ત્યારબાદ ગાજર, ટામેટા,કેપ્સિકમ, કોબી ને ઝીણા સમારી લેવાના વટાણાે ને કૂકર મા ચડાવી લેવાના
- 3
પછી એક તવા માં તેલ અને બટર નાખી
તેમાં હિંગ નાંખી સમારેલા ગાજર, ટામેટા, કોબી, કેપ્સિકમ અને વટાણા નાખવાના - 4
પછી તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું, લીલું મરચું, હળદળ, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, પુલાઉ મસાલો,ધાણાજીરું નાખી તેને હલાવીને ૨ મિનિટ ગેસ પર રાખવાનું
- 5
પછી તેને હલાવીને તેમાં ચડાવેલા ચોખા નાખી તેને બરોબર હલાવાનું
- 6
પછી તેમાં કોથમીર અને બટર નાખી ૨ મિનિટ રાખી ગેસ બંધ કરી દેવાનો
- 7
પુલાવ ને ટોમેટો સૂપ, દહીં, સંભાર સાથે ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14000933









ટિપ્પણીઓ