ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)

ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિલ્ક સીરપ બનાવા માટે દુધ અને ખાંડ સરખા પ્રમાણમાં લેવી હવે એક પેન મા ગરમ કરી તેમા કેસર અને ઇલાયચી પાઉડર નાખી 5 થી 7 મીનીટ ઉકાળવુ
- 2
ઇન્સ્ટન્ટ રબડી બનાવવાં માટે દુધ મા ખાંડ નાખી ગરમ કરવુ ગરમ થાય એટલે તેમા કન્ડેન્સ્ડ મિલ્ક નાખી હલાવું પછી તેમા બ્રેડ ક્રમ્સ ઇલાયચી પાઉડર અને કેસર ને થોડા દુધ મા મિક્સ કરી એડ કરવુ અને સતત હલાવતા રેવુ
- 3
થોડું ઘટ થાય ત્યાંસુધી હલાવવુ 4થી પાંચ મીનીટ માં રબડી બની જશે
- 4
હવે બ્રેડ ને મનગમતા શેઇપ મા કટ કરી તેને ઘી મા ગોલ્ડન બ્રાઊન તળી લો મેં રાઉન્ડ કટ કરી છે કોઇ પણ શેઈપ મા કરો તો બ્રેડ ની કિનારી કટ કરી લેવી
- 5
હવે બ્રેડ ની ઉપર ગુલકંદ લગાવી તેની ઉપર બીજી બ્રેડ મૂકી દેવી આ રીતે બધી બ્રેડ રેડિ કરી લેવી
- 6
પછી તે બ્રેડ ને મિલ્ક સીરપ મા ડીપ કરવી અને થોડી સ્મુધ થવા આવે એટલે કાઢી લેવી બોવ જાજી વાર ન રાખવી
- 7
હવે એક બાઊલ માં થોડી રબડી પાથારવી તેના ઉપર બ્રેડ મુકવી પછી તેના પર પાછી રબડી પથારવી ઉપર તૂટીફ્રુટી અને ડ્રાય ફ્રુટ સ્પ્રિંકલ કરવા
- 8
હવે 1થી 2કલાક માટે ફ્રિઝ માં ઠંડુ કરવુ
- 9
હવે ઉપર વરખ લગાવી ડ્રાયફ્રુટ,તુટીફ્રુટી,ચેરિ અને ગુલાબની પાંખડી થી ગાર્નીશ કરવુ
- 10
- 11
ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાહી ટુકડાં સર્વ કરવા માટે તૈયાર
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (9)