ચીઝ વડાપાવ(Cheese vadapav Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની બધી સામગ્રી તૈયાર રાખો. હવે એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરી દો અને તેમાં ઉપરના બધા મસાલા, લીંબુનો રસ નાખી દો.
- 2
હવે એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ મૂકી તેમાં રાઈ,લીમડાના પાન નાખી દો. પછી તેમાં બાફેલા બટાકાનો મસાલાવાળો માવો ઉમેરીને હલાવી લો.
- 3
હવે ચણાના લોટનું બેટર બનાવવા, તપેલીમાં ચણાનો લોટ લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ બેટર બનાવો.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેમાં બટાકાના મિશ્રણમાંથી મીડીયમ સાઈઝના ગોળા વાળી ચણાના લોટના બેટરમાં બોળીને ગરમ તેલમાં ગોલ્ડન કલરના તળી લો.
- 5
હવે પાવ ને વચ્ચેથી કટ કરી લો અને તવી ઉપર બટર મૂકી તેના ઉપર લાલ મરચું નાખી દો અને પાઉં ને બંને બાજુ શેકી લો.
- 6
હવે એક ડીશમાં શેકેલુ પાવ મૂકી, તેના ઉપર બટેટાનું વડું મુકી, ચીઝ ખમણી ને નાખો.પછી પાવને ઢાંકી દો અને ઉપર પણ ચીઝ ખમણી ને નાખો.
- 7
આ રીતે તૈયાર થયેલા ચીઝ વડાપાવ ને ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે બાળકોના પ્રિય ચીઝ વડાપાવ.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (8)