મેથી ગોટા અને કઢી(Methi pakoda and Kadhi recipe in Gujarati)

બેસન કે ચણા નો લોટ. વસ્તુ એક પણ એમાં થી વેરાઈટી બનાવ જઈએ તો ગણાય નઈ આટલી છે. પણ મને તો બેસન ના નામ પાર સૌથી પહેલા ભજીયા જ દેખાય.
મેથી ની ભાજી અને ચણા ના લોટ માં મસાલા નાખી ને ગોટા બનાવીએ એટલે બીજા ચાર ઘરે સુંગંધ જાય 😛😂
શિયાળો છે એટલે મેથી ની ભાજી પણ મસ્ત મળે તો મેં પણ આજે સવાર ના નાસ્તા માં ગોટા અને બેસન માંથી જ બનતી યેલો ચટણી કે કઢી બનાવી દીધી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ને સરસ ઝીણી સમારી લો. એમાં ચણા નો લોટ,(તમારી પાસે ચણા નો કકરો લોટ હોય તો એ 50 ગ્રામ્સ લેવો) મરચા ની પેસ્ટ ઉમેરો.
- 2
એમાં હળદરપાઉડર મીઠું અજમો, ખાંડ ધાણા જીરું છાસ ઉમેરો. હવે છાસ અને પાણી ઉમેરી ને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- 3
છેલ્લે 2 ચમચી હુંફાળું તેલ અને સોડા ઉમેરો અને ગરમ તેલ માં ભજીયા તળી લો.
- 4
કઢી માટે ---2 ચમચી ચણા ના લોટ માં થોડું પાણી ઉમેરી ને ઘટ્ટ પેસ્ટ બનાવો હવે એમાં ખાંડ મીઠું અને હળદરપાઉડર નાખો..
- 5
હવે મિશ્રણ માં પાણી ઉમેરો અને સરખું મિક્સ કરો
- 6
હવે એક પેન માં તેલ લઇ એમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે એમાં મરચા અને ધાણા નાખો. મરચા સહેજ સંતળાય જાય એટલે તૈયાર મિશ્રણ નાખો અને હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ના થાય. મને આ કરતા 8-10 મિનિટ નો ટાઇમ થયો છે.
- 7
હવે ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરો અને લીંબુ ના ફૂલ ઉમેરો. અને સરખી રીતે મિક્સ કરી લો. ગરમાગરમ ગોટા અને કઢી ની માજા માણો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)