જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાકભાજી જરૂર મુજબ કાપી લો.
- 2
ઢોસા બનાવવાની તવી ગરમ કરવા મૂકી તવી ગરમ થાય એટલે એના પર ઢોસા નું ખીરું મૂકી ઢોસો બનાવી લો. હવે એના ઉપર કોબી,કેપ્સિકમ,કાંદા,ટામેટા,ગાજર,બીટ, સેજવાન ચટણી,કેચઅપ,મીઠું,ચાટ મસાલો અને ઘી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમી આંચ પર થવા દો
- 3
૨ થી ૩ મિનિટ પછી ઢોસો ક્રિસ્પી થાય એટલે બધો મસાલો ઢોસા ઉપર સ્પ્રેડ કરી એના ઉપર ચીઝ છીણી લો.
- 4
એના રોલ વાળી સર્વ કરવાની પ્લેટ મા મૂકી ઉપર થી થોડું ચીઝ છીણી લો.તૈયાર છે જીની ઢોસા.
- 5
ગરમા ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14254270














ટિપ્પણીઓ (12)