કોબી બટેટા નું શાક (Cabbage potato shak Recipe in Gujarati)

કોબી બટેટા નું શાક (Cabbage potato shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી અને બટેટા ને ઝીણા સમારી લો.ટમેટાને ખમણી થી ખમણી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- 2
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે પછી જીરું ઉમેરો.જીરુ બ્રાઉન કલરનું થઈ જાય હિંગ પછી ઉમેરો.
- 3
બધો વઘાર એકદમ પાકી જાય પછી તેમાં સમારેલા કોપી અને બટેટા ઉમેરો.તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દો. બધાને એક વાર હલાવી નાખો.
- 4
હવે તેમાં બધા મસાલા કરી લો. લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરી દો. બધું એકવાર ફરીથી મિક્સ કરી લો. બધા મસાલા કર્યા પછી તેને 1 મિનિટ સુધી ચડવા દો.
- 5
હવે તેમાં ખમણેલું ટામેટું ઉમેરી દો અને એક વાર બધું વ્યવસ્થિત હલાવી નાખો.પછી ઢાંકણ ઢાંકીને 10 -12 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ પર ચઢવા દો.
- 6
પછી ઢાંકણ ખોલીને એક વાર જોઈ લેજો નીચે ચોટટુ તો નથી ને ? પછી પાછું હલાવીને 1 મિનિટ સુધી ઢાકણ થી બંધ કરી દો. પછી પાછું ખોલીને જુઓ વ્યવસ્થિત થઈ ગયું છે.પછી ઉપરથીને લીલી સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. તૈયાર છે કોબીજ-બટાટાનું ગ્રેવીવાળું શાક.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
- 7
જે ખાવા મા પણ હેલ્ધી છે.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (4)