લાપસી (lapsi recipe in Gujarati)

#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે.
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લાપસી ના કરકરા લોટને ધીમા ગેસ ઉપર શેકી લેવો. પછી તેમાં તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરી લેવું. એક તપેલીમાં દોઢ વાટકી પાણી ગરમ કરવા મૂકો.
- 2
તેમાં ગોળ ઉમેરી દેવો. પાણી ઉકળે એટલે તેમાં મોણ દીધેલી લાપસી ઉમેરી દેવી. બરાબર હલાવીને કુકરમાં ચડવા માટે મૂકવી.
- 3
કૂકરમાં ત્રણ સીટી વાગવા દેવી. પછી ગેસ બંધ કરી દેવો. કુકર ઠરી જાય પછી લાપસી બહાર કાઢી બરાબર હલાવી લેવી. ડીશ માં લાપસી કાઢી ઉપર ખાંડ અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 4
તૈયાર છે આપણી ભારતીય પરંપરાગત વાનગી. શુભ પ્રસંગે તો ખાસ બનાવવામાં આવે છે. હું તો વાર-તહેવારે પણ બનાવુ છું. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)