બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)

બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વ્હાઈટ સોસ બનાવવા માટે,એકનોનસ્ટીકમાં ૨ચમચી માખણ ગરમ કરી, તેમાં મેંદો નાખી સતત હલાવી સાંતળી લેવો. પછી તેમાં દુધ નાખી સતત હલાવતા રહેવું. (ગઠ્ઠા ના રહે તે ખાસ જોવું.) હવે થોડું ઘટ્ટ થાય એટલે એમાં ૧ ચમચી ઓરેગાનો તથા ૧ ચમચી મરી પાઉડર નાખી મીક્ષ કરી લેવું. છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી લેવું. વ્હાઈટ સોસ તૈયાર. હવે ગેસ બંધ કરી તેને એક વાડકામાં કાઢી લેવો.
- 2
રેડ સોસ માટે :- ગેસ ચાલુ કરી (મધ્યમ આંચ પર રાખવો), ૨ ચમચી તેલ ગરમ કરવું. તેમાં ૨ ચમચી લસણ નાખી સાંતળી લેવું. પછી સમારેલી ડુંગળી નાખી સાંતળી લેવું. પછી ટામેટાની પ્યુરી નાખી મીક્ષ કરવું. પછી તેમાં લાલ મરચું + ૧/૨ ચમચી ચીલી ફ્લેકસ + ૧ ચમચી ઓરેગાનો નાખી મીક્ષ કરવું. પછી પાણી ઉમેરી ૫ મીનીટ ઢાંકીને ચડવા દેવું.
- 3
છેલ્લે ખાંડ નાખી હલાવો પછી નોર્મલ થાય ત્યારે મીક્સચર મા પીસી લો તોરેડ સોસ તૈયાર છે.
- 4
સ્ટફીંગ માટે વેજીટેબલ બનાવવા એકનોનસ્ટીકમાં ૨ ચમચી તેલ ગરમ કરી, તેમાં ૨ ચમચી સમારેલ લસણને સાંતળવું. પછી તેમાં મકાઈ,કેપ્સીકમ,ગાજર નાખી ચડવા દો પછી તેમાં સમારેલ ટામેટા નાખી મીક્ષ કરવું. પછી ૧/૨ ચમચી ઓરેગાનો,૧ ચમચી ચીલી ફ્લેકસ,સ્વાદ મુજબ મીઠું નાખી ખુબ સરસ રીતે મીક્ષ કરવું.
- 5
હવે ગેસ પર કડાઈમાં રેતી લઈ, તેમાં સ્ટેન્ડ મુકી, કડાઈ ઢાંકીને પ્રી હીટ કરવા મુકવું. કેકના ડબ્બાને (તમે બીજા વાસણમાં પણ મુકી શકો.) માખણથી ગ્રીસ કરી લેવો. બધી બ્રેડને વેલણની મદદથી એકદમ પાતળી વણી લેવી.
- 6
હવે બ્રેડ પર રેડ સોસ અને એની પર વ્હાઈટ સોસ પાથરવો. પછી તેના પર તૈયાર કરેલ વેજીટેબલ પાથરવા. અને તેની પર છીણેલી ચીઝ પાથરવી.
- 7
આ રીતે તેના પર પછી બ્રેડ મૂકીરેડ સોસ અને એની પર વ્હાઈટ સોસ પાથરવો. પછી તેના પર તૈયાર કરેલ વેજીટેબલ પાથરવા. અને તેના પર ખમણેલુંચીઝ પાથરવું.
- 8
હવે આ તૈયાર કરેલ ટીનને પ્રી- હીટ કરેલ કઢાઈમાં મુકી, ઢાંકીને ૩૦ મીનીટ મીડીયમઆંચ પર થવા દેવું. થઈ જાય એટલે ગેસ બંધ કરી ટીનને કાઢી લેવું. પછી ૫ મીનીટ પછી ચપ્પાની મદદથી કાપીને સર્વિંગ પ્લેટમાં કાઢવું
- 9
તો રેડી છે testi લઝનીયા જે ગરમ ગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (3)