ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week17
#cheese
#cookpadgujarati
#cookpadindia
ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે.

ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati

#GA4
#week17
#cheese
#cookpadgujarati
#cookpadindia
ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 1 કપખમણેલું ચીઝ
  2. 1/2 કપબાફી ને મેશ કરેલા બટાકા
  3. 1/2 કપબાફેલા મકાઈના દાણા
  4. 1/4 કપસમારેલા કેપ્સીકમ
  5. 1/4 કપસમારેલી કોથમીર
  6. 2 tbspકોર્નફ્લોર
  7. 1 tspરેડ ચીલી ફ્લેક્સ
  8. 1 tspઓરેગાનો
  9. 1 tspમરી પાઉડર
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. 1/4 કપમેંદાનો લોટ
  12. 1/4 કપકોર્નફ્લોર
  13. બ્રેડ ક્રમ્સ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલમાં ખમણેલું ચીઝ લઈ તેમાં બાફેલુ બટેટુ, બાફેલી મકાઈના દાણા, સમારેલું કેપ્સીકમ અને સમારેલી કોથમીર ઉમેરવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર, રેડ ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે આ બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તૈયાર કરેલા આ મિશ્રણને 20 મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દેવાનું છે.

  3. 3

    એક બાઉલમાં મેંદાનો લોટ અને કોર્નફ્લોર લઇ તેમાં થોડું પાણી ઉમેરી મીડીયમ થીક સ્લરી બનાવવાની છે.

  4. 4

    ફ્રિઝમાં મુકેલા મિશ્રણમાંથી મીડિયમ સાઇઝના બોલ્સ બનાવવાના છે. આ બોલ્સને પહેલા બ્રેડ ક્રમ્સ માં અને પછી તૈયાર કરેલી સ્લરીમાં ડીપ કરવાના છે. ફરી તેને ક્રમ્સ અને સ્લરીમાં ડીપ કરી ફ્રિઝ માં 15 મીનીટ માટે રાખવાનાં છે.

  5. 5

    તળવા માટે તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલા બોલ્સને ફ્રાય કરવાના છે. આછા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાનાં છે. ત્યારબાદ તેલ માંથી કાઢી તેના પર થોડું ચીઝ છાટી, સ્ટીકમાં ભરાવી ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes