દાલમખની
#GA4 #Week17 #DalMakhani
બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી દાલ મખની એકવાર જરૂર ટ્રાય કરજો..
• બાળકોને અને વડીલો ને ઘરમાં બધાને અવનવી વાનગીઓ ખાવી ખુબ જ પસંદ હોય છે તો આજે હું લાવી છું એવી રેસિપી કે જે હવે તમે પણ પરફેક્ટ બનાવી શકશો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખા અડદ ને આખી રાત સુધી ગરમ પાણી માં પલાળી લો. પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખવાં. અને 3 ગ્લાસ પાણી ઉમેરી 7 થી 8 સીટી વગાડીને બાફી લો. ગેસ બંધ કરી લો
- 2
હવે એક કડાઈમાં 3 ચમચી તેલ ઉમેરી ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું, હિંગ, તમાલપત્ર, લવિંગ, તજ, લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ, છીણેલી ડુંગળી, છીણેલા ટામેટાં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને ઠોડુ મીઠું ઉમેરી ઢાંકી ને ગ્રેવી ને કુક થવા દો.
- 3
ગ્રેવી કુક થાય ત્યારે તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક થવા દો
- 4
હવે એમાં બાફેલા અડદ ઉમેરી મિક્સ કરી લો. અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી લો. અને કુક થવા દો. ત્યારબાદ તેમાં બટર અને ક્રિમ અથવા ઘરની મલાઈ ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી દાલમખની રેડી છે. સવૅ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ