દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)

મેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને કઠોળ ને મિક્સ કરીને સરખી રીતે 3-4 વાર ધોઈ લો. અને 7-8 કલાક માટે પલાળો.
- 2
હવે એક બોલ માં પલાળેલા અડદ અને રાજમાં મેં ધીમા ગેસ પાર એક લીટર જેટલા પાણી માં ચડવા દો. આ પ્રોસેસ માં એક થી દોઢ કલાક લાગશે. નઈ તો તમે પ્રેસર કૂકર નો પણ ઉપયોગ કરી શકો છો. પાણી બહુ બ્લેક થઇ જાય તો વચ્ચે બદલીને ફરી ગરમ પાણી માં કઠોળ ચડવા દો. આમ કરવાથી મખની નો કલર બહુ સરસ આવશે.
- 3
હવે એક બીજા પેન માં 3 ચમચી ઘી જેટલું ઘી ઉમેરો. એમાં રાઈ જીરું થી વઘાર કરો. એમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.
- 4
આદુ લસણ ની પેસ્ટ સંતળાઈ જાય એટલે એમાં ટામેટા ની પ્યુરી ઉમેરો એન્ડ ચડવા દો. ટામેટા ની પ્યુરી થઇ જાય એટલે એમાં મીઠું મરચું ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરો એન્ડ 2-3 મિનિટ ચડવા દો. હવે એમાં બાફેલા અડદ અને રાજમા નાખો અને સારી રીતે 5 મીન ઉકાળવા દો.
- 5
છેલ્લે 2 ચમચી મલાઈ નાખીને સરાખી રીતે હલાવો. તૈયાર છે તમારી દાલ મખની. ઉપર થી એક તડકો લગાવી શકો. પીરસતી વખતે મલાઈ થી ગાર્નિસ કરો.
- 6
ગરમાગરમ ભાત અને પરાઠા સાથે સર્વ કરો.
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)