ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)

ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે.
ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી દાળ ને રાતે પલાળી દેવી.પૌઆ ને અલગ પલાળો.મેથી ને પણ અલગ પલાળો. ૬ થી ૭ કલાક માટે ઢાંકી ને રાખી દેવું.
- 2
સવારે બધી સામગ્રી ને ભેગી કરી લેવી.પાણી કાઢી લેવું.
- 3
પછી મિકસી જાર માં થોડું પાણી અને છાશ લયને પીસી લેવું.પછી મિશ્રણ ને ઢાંકી ને ૭ થી ૮ કલાક માટે ઢાંકી ને રાખી દેવું.૮ કલાક પછી મિશ્રણ માં ખમીર આવી જશે.
- 4
પછી જ્યારે બનાવુ હોય ત્યારે તપેલાં માં મીઠું,હડદર, આદુ મરચાની પેસ્ટ નાખી ને હલાવવું.
- 5
હવે જરૂર મુજબ મિશ્રણ લેવું તેમાં ચપટી બેકિંગ સોડા નાખીને બરાબર મિક્ષ કરો.પછી થાણી માં પાથરી વરાળ ઉપર બાફવા મૂકો.૧૫ મિનિટ પછી ઢોકળા ની થાણી ઉતારી લેવી.
- 6
કાપી પાડી ને વધારવા.તેલ માં રાઈ જીરૂ, હિંગ, લીમડો,તલ અને સાકર નાખી ને વધારી લેવા.કોથમીર છાંટવી અને ગરમ ગરમ ચા સાથે માણો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (3)