ડ્રાય ફ્રુટ ચીકી (Dry fruits chiki)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

# KS

શેર કરો

ઘટકો

૧૦ -૧૫ મિનિટ
  1. 1 વાડકી(૨૦૦ ગ્રામ) ગોળ
  2. ૨ ચમચીઘી
  3. ૧ ચમચીપાણી
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ડ્રાયફ્રુટ્સ : ૧ વાટકી
  6. બદામ
  7. કાજુ
  8. વાટકીપિસ્તા
  9. આમાં કોઈપણ ડ્રાયફ્રુટ્સ ઉમેરી શકાય છે

રાંધવાની સૂચનાઓ

૧૦ -૧૫ મિનિટ
  1. 1

    એક ચમચી ઘી નાખી કાજુ અને બદામને બરાબર શેકવા પછી એમાં પિસ્તાને ઉમેરી થોડીક જ વાર શેકવા,(પિસ્તાને શેકાતા વાર લાગતી નથી એટલે એને જ છેલ્લા ઉમેરવા) ગોળને એકદમ ઝીણું સમારી લેવા.

  2. 2

    હવે પેનમાં એક ચમચી ઘી મૂકી એમાં ગોળ ઉમેરી સતત હલાવતા રહેવું અને એનો પાયો તૈયાર કરવો. ગોળનો કલર ચેન્જ થાય પછી એમાં ઈલાયચી પાઉડર અમેરી અને છેલ્લે બધાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરવા

  3. 3

    પછી બટર પેપર અથવા જાડુ પ્લાસ્ટિક લઈ અને ઘીથી ગ્રીસ કરી આ મિશ્રણને જેટલું પાતળું વણી શકાય એટલું વેલણ થી વણી લેવું, અને મિશ્રણ ગરમ હોય ત્યારે જ એમાં મનગમતો શેપ આપવો ઠંડુ થઈ જાય પછી એને શેપ આપી શકાતો નથી.

  4. 4

    આ રીતે સરસ મજા ની ચીકી તૈયાર થઈ જાય છે અને એક મહિના સુધી એ ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે, આ ચીકી ને એનરર્જી બાર પણ કહી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes